ટોલ દેવા પર યુવકે મહિલા કર્મચારી પર ઉઠાવ્યો હાથ, પછી મહિલાએ પણ દે દના દન આપી…વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવાર નવાર થપ્પડબાજીના વીડિયો સામે આવે છે, જે બાદ પોલિસ એક્શનમાં આવી જતી હોય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાંથી ઘણી થપ્પડબાજ મહિલાના વીડિયો સામે આવ્યો છે. ત્યારે હાલ એક આવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ટોલ કર્મચારીને ટોક્સ ચુકવ્યા વગર જવાની ના કહેવા પર એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. આ ઘટના શનિવારની મધ્યપ્રદેશની જણાવવામાં આવી રહી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

જેમાં જોઇ શકાય છે કે,એક વ્યક્તિ ગુસ્સે થઈને કર્મચારી તરફ જાય છે અને પછી તેના ચહેરા પર થપ્પડ મારે છે. તે બાદ મહિલા પણ તેને મારતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશની રાજગઢ પોલીસે ટોલ પ્લાઝાના કર્મચારી સાથે મારપીટ કરવા બદલ એક આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મારપીટની ઘટના ટોલ પ્લાઝામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આમાં જોવા મળે છે કે આરોપી ટોલ ટેક્સ ભરવાનો ઇનકાર કરી રહ્યો છે અને તેણે ટોલ કર્મચારી મહિલા સાથે દલીલ શરૂ કરી. તેમની દલીલ એવી હતી કે તે એ જ વિસ્તારનો સ્થાનિક છે, તેથી તે ટોલ ચૂકવશે નહીં. આ બાબતે ટોલ પ્લાઝાના કર્મચારી દ્વારા લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. જે આધારે કલમ 354, 323, 506 હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આ મામલે મહિલા ટોલ કર્મચારીનું કહેવું છે કે આરોપી સ્થાનિક હોવાનો ઢોંગ કરીને ટોલ ચૂકવતો ન હતો.

આ અંગે તેણે સુપરવાઈઝરને પણ ફોન કર્યો હતો. પરંતુ તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મને ધમકી આપી અને પછી માર માર્યો. તેણે કહ્યું કે આ ટોલ પ્લાઝા પર સાત મહિલાઓ કામ કરે છે, પરંતુ તેમની સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી.

Shah Jina