લો બોલો… શહેરના રસ્તા પર આ યુવકે ખુંટીયાની કરી સવારી.. ભર બજારમાં એવો દોડાવ્યો કે લોકો પણ જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો, જુઓ

આ યુવક સાંઢને બજારની વચ્ચે ઘોડાની જેમ ઉપર બેસીને દોડાવવા લાગ્યો, લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા… જુઓ વીડિયો

young man rode the bull : સોશિયલ મીડિયા (Social media) માં રોજ ઘણા બધા વીડિયો વાયરલ (Viral video) થતા હોય છે. ઘણા વીડિયો તો એવા પણ હોય છે જેને વારંવાર જોવાનું પણ મન થતું હોય છે. ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે સૌના હોંશ ઉડાવી દીધા છે. વીડિયોમાં એક યુવક ભર બજારમાં ખુંટીયા ઉપર સવારી કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તે સાંઢ પર બેસીને તેને ઘોડાની જેમ દોડાવી રહ્યો છે. જેણે પણ તેનું આ સ્વરૂપ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક રાત્રે ઘોડે સવારી કરી રહ્યો હોય તેમ ખૂંટિયાની સવારી કરી રહ્યો છે. નીડર થઈને તે સાંઢ પર બેઠો છે અને તેને રસ્તાની વચ્ચે દોડાવી રહ્યો છે. તેને જોતાં જ સામેથી આવતો એક સ્કૂટી સવાર તેની ગાડીને સાઇડમાં લઈ જાય છે.

થોડે દૂર ગયા પછી યુવક સાંઢ સાથે ગલીમાં વળે છે. આ દરમિયાન તે જોરથી બૂમો પાડી રહ્યો છે. ત્યાં રસ્તા પર ઉભેલા લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સારી વાત એ રહી કે જે સમયે યુવક આ પરાક્રમ બતાવી રહ્યો હતો તે સમયે રસ્તા પર એટલી ભીડ નહોતી. અન્યથા નાસભાગ મચી ગઇ હોત.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલમાં તેના વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ તેને કાશીનું કહે છે તો કોઈ ઋષિકેશનું. જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી. આ વીડિયોને ઘણા યુઝર્સ દ્વારા અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel