આ યુવકને અજય દેવગન સ્ટાઈલમાં બે ફોર્ચ્યુનર ગાડીની વચ્ચે ઉભા રહીને સ્ટન્ટ કરવો પડ્યો ભારે, પોલીસના હાથે વીડિયો લગતા થયો જેલ ભેગો

બોલિવૂડ અભિનેતા અજય દેવગને પોતાના કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી કરી હતી. આ ફિલ્મમાં અજય દેવગન બે ચાલતી બાઈક પર પગ મુકીને કોલેજમાં પ્રવેશે છે આ સીનમાં અજય દેવગણને દર્શકો ખૂબ વખાણ કરી રહ્યા અને આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો હતો. પરંતુ નોઈડામાં 21 વર્ષીય યુવક માટે આવો જ એક સ્ટંટ ભારે પડ્યો હતો અને આ એક્શન સીન યુવકને જેલમાં લઈ ગયો હતો.

બોલિવૂડ અભિનેતા અજય દેવગન તેના સ્ટંટ માટે જાણીતો છે. ક્યારેક બે બાઇકની વચ્ચે, ક્યારેક બે ઘોડાની વચ્ચે તો ક્યારેક બે કાર વચ્ચે સ્ટન્ટ કરતો હોય છે પરંતુ આ તમામ બાબતો ખાસ દેખરેખ હેઠળ કરવામાં આવે છે જેથી અભિનેતાને કોઈ નુકસાન પહોંચે નહિ.

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો ટ્રેન્ડ કરવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. યુવાનોને ખબર નથી હોતી કે ટિકટોક કે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે જાત જાતનું અવનવું કરતા હોય છે. નોઈડામાં આ યુવક સાથે કંઈક આવું જ થયું અને તેને બોલિવૂડ અભિનેતાની નકલ કરવા બદલ જેલનો સામનો કરવો પડ્યો.

નોઈડામાં એક યુવક બે ગાડીઓ વચ્ચે અજય દેવગન જેવો ખતરનાક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે તેના પર કાર્યવાહી કરી તેની ધરપકડ કરી અને તેની બે મોંઘી ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી. વીડિયો જોયા પછી તમે અજય દેવગનની ફિલ્મ ‘ગોલમાલ’ યાદ આવી જશે જેમાં તે બે ગાડી પર પગ રાખીને સવારી કરતો હોય છે. આ જ પ્રકારનો સ્ટંટ કરતા વ્યક્તિ ખરાબ રીતે ઝડપાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા યુવકનો એક સાથી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે વાયરલ વીડિયોમાં એક યુવક ફિલ્મી સ્ટાઈલમાં બે ગાડી પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે વીડિયોને ધ્યાનમાં લઈને સેક્ટર 113 પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે. ખતનાક સ્ટન્ટ કરવા વાળા રાજીવને રવિવારે ધરપકડ કરી લીધી છે તથા સ્ટન્ટમાં પ્રયુક્ત બે ફોર્ચ્યુનર ગાડી સાથે એક મોટરસાઇકલને જપ્ત કરી લીધી છે.

Patel Meet