આ ભાઈએ એવા અંદાજમાં વેચી ભેલપૂરી કે વીડિયો જોઈને સોશિયલ મીડિયા પણ જોતું જ રહી ગયું, જુઓ વીડિયો

કાચા બદામ બાદ હવે ભેલપૂરી વાળાનો વીડિયો મચાવી રહ્યો છે સોશિયલ મીડિયામાં ધૂમ, જેને પણ જોયો જોતા જ રહી ગયા.. જુઓ

Man Sends Bhelpuri Like Kacha Badam : દરેક ધંધાદારી વ્યક્તિ પોતાના ધંધાનો વિકાસ થાય એ માટે ગજબનું ભેજું લગાવતા હોય છે. ખાસ કરીને રસ્તા પર લારી ચલાવતા લોકો પોતાનો સમાન લોકો ખરીદે એ માટે થઈને અનોખી રીતે ગ્રાહકોને આકર્ષતા હોય છે. ત્યારે આવા ઘણા લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

તમને પેલા ભુવન બધાયકર તો યાદ જ હશે. જેને અનોખા અંદાજમાં મગફળી વેચી અને પછી તેનું કાચા બદામ ગીત હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે હવે એજ પ્રકારનો એક ભેલપૂરી વાળો પણ સામે આવ્યો છે. જેને પણ પોતાના અનોખા અંદાજમાં ભેલપૂરી વેચી અને હાલ સોશિયલ મીડિયામાં છવયેલો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોને લલિત પટેલ નામના યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ભેલપૂરી વાળો પોતાનો સમાન લઈને ઉભો છે અને એક નાના ડબ્બાને બંધ કરીને તેમાં તે ભેળ બનાવી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તે પીપુડી જેવું કોઈ વાજિંત્ર મોઢામાં રાખીને વગાડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Lalit Patel (@patel__ji_20)

તે ભેલના ડબ્બાને હાથમાં હલાવતા હલાવતા એવા એવા સુર કાઢે છે કે લોકો પણ તેને જોવા માટે ઉભા રહી જાય છે. જયારે ભેલ બનીને તૈયાર થઇ જાય છે ત્યારે પણ તે એ પ્રકારનું સંગીત સેટ કરે છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના ફેન બની ગયા અને એટલે જ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel