માનવતા હજુ પણ જીવે છે… જોઈ લો આ વીડિયોમાં… નાનું વાછરડું પડી ગયું નદીમાં, તો આ વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ્યો જીવ, જુઓ

નદીમાં આવ્યું પૂર, કિનારા પર રહેલી વાછરડી અચાનક પડી ગઈ પાણીમાં, એક વ્યક્તિએ સુપરમેનની જેમ કૂદકો માર્યો અને બચાવ્યો જીવ, જુઓ દિલધડક વીડિયો

Man Save Calf Life : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો ક્યાંક માનવતાને શર્મસાર કરનારી ઘટનાઓ સામે આવે છે તો ક્યારેક દિલ જીતી લેનારી ઘટનાઓ પણ સામે આવતી રહે છે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને માનવતાની મિસાલ રજૂ કરી છે. જેમાં એક વ્યક્તિ અબલોનો જીવ બચાવવા માટે મોત સાથે લડતો જોવા મળે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ વ્યક્તિના વખાણ કરતા થાકતા નથી. કહેવાય છે કે કલયુગમાં માણસ માણસની મદદ કરતો નથી, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે મૂંગા જીવને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવવામાં પણ પાછળ નથી પડતા.

આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના એક નદીમાં કૂદી પડે છે અને ડૂબતા વાછરડાનો જીવ બચાવે છે. વીડિયોને પહેલી નજરે જોતા તમને પણ લાગશે કે વાછરડાનું બચવું લગભગ અસંભવ છે, પરંતુ ત્યારે જ એક વ્યક્તિ આવીને ડૂબતા વાછરડાને નદીમાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Raunak Singh (@raunaksingh1170)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર raunaksingh1170 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને 35 લાખ 71 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વિડિયો ખૂબ જ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. જે યુઝર્સે વીડિયો જોયો છે તે વ્યક્તિના વખાણ કરતા થાકતા નથી.

Niraj Patel