8માં માળે લટકતા ત્રણ વર્ષના બાળકને બચાવવા માટે આ વ્યક્તિએ પોતાનો જીવ મુક્યો જોખમમાં, જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર અકસ્માતો અને રેસ્ક્યુના વીડિયો સામે આવતા રહે છે. ઘણી વખત તમે જોયુ હશે કે કેટલાક લોકો પોતાની જિંદગી દાવ પર લગાવીને બીજાનો જીવ બચાવતા હોય છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવે છે, જે યુઝર્સના દિલ જીતી લેતા હોય છે. થોડા દિવસો પહેલા આવો જ એક વીડિયો કઝાકિસ્તાનથી સામે આવ્યો છે જેનાથી બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ખુબ પ્રભાવિત થતી નજર આવી હતી.

સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ કોરેસ્પોન્ડેડે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નજર આવી રહેલી ઘટના કઝાકિસ્તાનની કહેવામાં આવી રહી છે. જ્યાં એક ટાવર બ્લોકની બારીમાંથી એક નાનકડા બાળકને જુલતો જોઈને એક વ્યક્તિ તે બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને ઇમારત પર ચઢી જાય છે.

વાયરલ વીડિયોમાં વ્યક્તિ ત્રણ વર્ષની બાળકીને બચાવવા માટે લગભગ 80 ફૂટની ચઢાઈ કરતા નજર આવી રહ્યો છે. વ્યક્તિનું નામ સબિત શોતકબાવ કહેવામાં આવી રહ્યું છે. વીડિયોને શેર કરવાની સાથે ગુડ ન્યુઝ કોરેસ્પોન્ડેડે કેપ્શનમાં લખ્યું હતું કે,’સબિત શોતકબાવતે દિવસે તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો જયારે તેણે એક ઇમારતની 8માં માળની એક બારી પર એક બાળકને લટકતા જોયું હતું. બાળકને બચાવવા માટે સબિત બિલ્ડિંગમાં ગયો અને નીચેના એપાર્મેન્ટમાં પહોંચીને તે બાળકને બચાવ્યું હતું.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો બધાનું દિલ જીતી રહ્યું છે. તેમજ અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયોને ‘હીરો’ કેપ્શન આપતા સ્ટોરી પર શેર કર્યો હતો. ટ્વિટર પર આ વીડિયોને 15 હજાર કરતા વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યાં દરેક લોકો બાળકને બચાવી રહેલ વ્યક્તિને રિયલ હીરો કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર દેશના આપાતકાલીન સ્થિતિ વિભાગે લખ્યું હતું કે સવારના 10 વાગ્યા આસપાસ તેમને સૂચના મળી હતી કે એક બાળક નૂર સુલતાનને ડાલા સ્ટ્રીટ સ્થિત એક બિલ્ડીંગની બારી પર લટકેલું હતું. ત્યારબાદ સાત કર્મીઓ અને ઉપકરણોની 2 યુનિટને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી. ત્યાં પહોંચવા પર ખબર પડી કે એક વ્યક્તિએ આઠમા માળે લટકેલ બાળકને બચાવી લીધું હતું.

Patel Meet