વિશ્વની સૌથી ઉંચી સાઈકલ લઈને રસ્તા પર નિકળ્યો યુવક, જોવા માટે ગામ ગાંડુ થયું

આ સાઈકલને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે, જુઓ Video

સમગ્ર વિશ્વમાં એવા લોકોની કમી નથી જે કઈંક દુનિયાથી અલગ કરવા માગતા હોય. રોજબરોજ નવા નવા રેકોર્ડ બનતા રહે છે અને જૂના રેકોર્ડ તૂટતા રહે છે. કહેવાય છે ને કે રેકોર્ડ તૂટવા માટે જ બને છે. ઘણા લોકોને નાનપણથી જ ચીલાચાલુ વસ્તુથી કઈંક જૂદુ કરવાની આદત હોય છે. આજે અમે જે વીડિયો વિશે તમને જણાવીશું તેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

કારણ કે આ વીડિયોમાં એક વ્યક્તિ વિશ્વની સૌથી ઉંચી સાઈકલ લઈને રસ્તા પર નિકળ્યો જેની ઉંચાઈ એટલી કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ. જો કે મહત્વની વાત એ છે કે આ સાઈકલ પોતે જ બનાવી છે. હવે આ વીડિયો જોયા બાદ તે વ્યક્તિની કારીગરીની તમને ખબર પડશે.

આ વીડિયો ગિનિસ બુક ઓફ રેકોર્ડે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, એડમ જદાનોવિચ દ્વારા સૌથી ઉંચી સવારી કરવા યોગ્ય સાઈકલ બનાવવામાં આવી છે. જેની ઉંચાઈ 7.41 એટલે કે 24 ફૂટ 3.73 ઈંચ. આ પોસ્ટ શેર કર્યા બાદ તેમણે તેના રેકોર્ડ વિશે પણ માહિતી આપી છે. એડમનું કહેવુ છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટુ કોન્ટ્રાપ્શન છે, જે તેમણે ડિઝાઈન કરીને બનાવ્યું છે. મને આવા નવા સાહસો કરવા ગમે છે. આ એક પડકાર અને મહાન સાહસિક કામ છે. મને મારા સપના સાકાર કરવા માટે નવી અદ્બુત ચીજોની પરખ માટે પ્રેરિત કરે છે અને સૌથી ઉંચી સવારી કરવા યોગ્ય સાઈકલ મારા દ્રષ્ટીકોણ અને વિશ્વાસનું આદર્શ ઉદાહરણ છે.

આ સાઈકલની ડિઝાઈન તૈયાર કરવા માટે મારે અંદાજે એક મહિનાનો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સાઈકલ બનાવવા માટે એડમે રિસાયકલ કરેલ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જેવો આ વીડિયો સોશિલય મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યાં તો હજારો લોકો તેના પર લાઈક્સ અને કોમેન્ટ કરવા લાગ્યા. અત્યાર સુધીમાં 61 હજારથી પણ વધુ લાઈક્સ આ વીડિયોને મળી ચૂકી છે. લોકો આ વીડિયો જોઈને એડમની પ્રશંસા કરી રહ્યા છે અને અદ્ભુત જેવી કોમેન્ટો કરી રહ્યા છે.

YC