આ વ્યક્તિએ કર્યું હોશ ઉડાવી દેનારું કામ, પવન ચક્કીના પાંખિયા ઉપર ચલાવી સાઇકલ, વીડિયોને જોઈ તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો તો એવા હોય છે જે આપણા પણ હોશ ઉડાવી દે,.ઘણા વીડિયોને જોઈને કોઈને પણ હોબાળો મચી જતો હોય છે. આજકાલ એડવેન્ચર ગેમના શોખીન લોકો પોતાની ગેમના લેવલને એક અલગ લેવલ પર લઈ જતા જોવા મળે છે. જેને જોઈને સામાન્ય લોકો દાંત નીચે આંગળીઓ દબાવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળી રહ્યા છે, જેનાથી યુઝર આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક એડવેન્ચર સ્પોર્ટના શોખીન જોઈ શકાય છે, જેમના આ પરાક્રમથી દરેકની આંખો પહોળી થઈ ગઈ છે. સામાન્ય રીતે, કોઈપણ વ્યક્તિ આવું કામ કરતા પહેલા હજાર વાર વિચારે છે, તે પછી પણ તે આવું કરવાની હિંમત એકઠી કરી શકશે નહીં. જો કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિએ પણ પોતાની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Danny MacAskill (@danny_macaskill)

હકીકતમાં, સોશિયલ મીડિયા પર, એક માણસ પવનચક્કીના પાંખિયા  પર સાયકલ ચલાવતો જોઈ શકાય છે. હવામાં સેંકડો ફૂટની ઉંચાઈ પર આ રીતે સાઈકલ ચલાવતા વ્યક્તિને જોવું આશ્ચર્યથી ઓછું નથી.  આ દરમિયાન વ્યક્તિ દરેક એંગલથી કેમેરામાં કેદ થતો જોવા મળે છે. વીડિયોના અંતમાં, તે વ્યક્તિ પવનચક્કીના બ્લેડ પર ઊભો છે અને તેના હાથથી સાયકલ ઉપાડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Danny MacAskill (@danny_macaskill)

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. આ વ્યક્તિના કારનામા જોઈને દરેક લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર 2.9 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ 2 લાખ 29 હજારથી વધારે વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યો છે. મોટાભાગના વપરાશકર્તાઓ કહે છે કે આ એક ખૂબ જ આશ્ચર્યજનક પરાક્રમ છે.

Niraj Patel