હાથ પગ વગર રિક્ષા ચલાવતા વ્યક્તિનો વીડિયો જોઈ આનંદ મહિન્દ્રા થયા ભાવુક, આપી દીધી આ ઓફર

દરેક વ્યક્તિના જીવનમાં ચડતી પડતી આવે જ છે પરંતુ કેટલાક લોકો મુશ્કેલ સમયમાં હાર માનીને બેસી જાય છે તો કેટલાક લોકો તેનો સામનો કરીને સફળતા મેળવે છે. આજે અમે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જે દિવ્યાંગ છે પરંતુ તેમની ખુદ્દારી જોઈને તમને પણ આનંદ થશે. આ વ્યક્તિને હાથ પગ નથી પણ તેમના ચહેરાની સ્માઈલ જોઈને તમે પણ કહેશે કે ‘જીના ઈસી કા નામ હૈ.’

આ વ્યક્તિ દિલ્હીનો રહેવાસી છે અને હાથ-પગ ન હોવા છતા હાઈવે પર રિક્ષા ચલાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની રિક્ષામાં હેન્ડલ,એક્સીલેટર અને બ્રેક પણ હાજર છે. તેમની રિક્ષા ચલાવવાની ટ્રીક જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયા છે. હાલમાં આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ જ્યારે આ વીડિયો દિગ્ગજ બિસનેસમેન આનંદ મહિન્દ્રાએ જોયો તો તે પણ આ વ્યક્તિથી પ્રભાવિત થયા અને તેમને નોકરીની ઓફર પણ આપી હતી.

આનંદ મહિન્દ્રા હંમેશા લોકોની મદદ કરતા રહે છે. આ વખતે પણ આ વીડિયો જોઈ તેમણે લખ્યું, આજે હું મારી ટાઈમ લાઈન પર જે વીડિયો શેર કરી રહ્યો છુ તે ખબર નહીં કેટલો જૂનો છે પરંતુ આ સજજનને જોઈને હું સાચે જ હેરાન છુ તેમણે ન માત્ર તેમની અક્ષમતાઓને પાર કરી છે પરંતુ તેમની પાસે જે પણ કઈ છે તેનાથી કામ કરી રહ્યા છે. ત્યારપછી આનંદ મહિન્દ્રાએ તેમના સહયોગી રામ અને મહિન્દ્રા લોજિસ્ટિકને ટેગ કરીને પૂછ્યું, રામ શું @Mahindralog_MLL તેમને લાસ્ટ માઈલ ડિલિવરી માટે બિસનેસ એસોસિએટ બનાવી શકે છે? તમને જણાવી દઈએ કે મહિન્દ્રા લોજિસ્ટિકે દેશના 6 શહેરમાં ઈલેક્ટ્રિક લાસ્ટ માઈલ ડિલિવરી સર્વિસ શરૂ કરી છે.

આનંદ મહિન્દ્રા જે વીડિયો જોઈને પ્રભાવિત થયા તે વીડિયોમાં તે વ્યક્તિને હાથ પગ ન હોવા છતા ખુબ સારી રીતે રિક્ષા ચલાવી રહ્યો છે અને વાતચીત દરમિયાન પોતાના ચહેરા પર ગજબની સ્માઈલ પણ કરતો રહે છે. તેમણે કહ્યું કે, આ રિક્ષામાં સ્કૂટીનું એન્જીન છે અને તેમણે આ વીડિયો બનાવનારના કહેવાથી રિક્ષા કેવી રીતે ચલાવે છે તે પણ બતાવ્યું. આ રિક્ષાવાળાએ આગળ કહ્યું કે મારા ઘરમાં પત્ની બે બાળકો અને વૃદ્ધ પિતા છે. તેથી પરિવારના ભરણપોષણ માટે રિક્ષા ચલાવુ છુ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયોમાં તેમણે કહ્યું કે, ‘હુ 5 વર્ષથી રિક્ષા ચલાવુ છુ. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે અને તે અત્યાર સુધીમાં 1.11 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. દરેક લોકો આ વ્યક્તિની હિમ્મતના વખાણ કરી રહ્યા છે.

YC