કાકાની ડબલ ડેકર સાઇકલ જોઇ ચકરાયુ લોકોનું માથુ, બોલ્યા- જુગાડ તો મસ્ત છે પણ ઉતરીને બતાવો તો માનીએ…જુઓ વીડિયો

“કાકા તો હેવી ડ્રાઇવર નીકળ્યા હો” કાકાની ડબલ ડેકર સાઇકલ જોઇ ચકરાયુ લોકોનું માથુ, બોલ્યા- જુગાડ તો મસ્ત છે પણ ઉતરીને બતાવો તો માનીએ…જુઓ વીડિયો

Double Decker Cycle Viral Video : સોશિયલ મીડિયા પર ક્યારે, શું વાયરલ થઇ જાય તેની કોઇને જાણ નથી હોતી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટર બનાવી દે છે, તો ક્યારેક કોઈ ઈંટમાંથી કૂલર બનાવી દે છે. ત્યારે હવે આજ કાલ વધુ એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ સાઇકલ સાથે એવો જુગાડ કર્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

તમે સાયકલ તો ઘણી ચલાવી હશે, પણ ક્યારેય ‘ડબલ ડેકર’ સાયકલ ચલાવી છે ? હા, ડબલ ડેકર. મતલબ કે એક સાયકલની ઉપર બીજી સાયકલ, જેને ચલાવવા માટે વ્યક્તિએ ખૂબ જ ઊંચે બેસવું પડે. કંઈ સમજાયુ નહિ ને… વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે એક કાકા રસ્તાની વચ્ચે જુગાડથી બનેલી ડબલ ડેકર સાયકલ ચલાવી રહ્યા છે.

આ સાયકલ જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે અને વિચારે છે કે આ વ્યક્તિ આ સાઈકલ પર કેવી રીતે બેઠા અને હવે નીચે કેવી રીતે ઉતરશે ? વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ સાઈકલ ચલાવી રહ્યો છે, જેમાં એક સાઈકલની ઉપર બીજી સાઈકલ દેખાઈ રહી છે, જેને તમે ડબલ ડેકર સાઈકલ કહી શકો છો.

જેને ચલાવવા માટે વૃદ્ધાને ઘણી ઊંચાઈએ બેસવું પડે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ જોઈ રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ઘણો જોઇ રહ્યા છે. પણ જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે લોકોના મનમાં પહેલો પ્રશ્ન આવ્યો કે કાકા આ સાઇકલ પરથી કેવી રીતે નીચે આવશે ?

Shah Jina