બુલેટ પાછળ બે મહિલાઓને બેસાડીને “3 ઈડિયટ્સ”ના સીનને રીક્રીએટ કરી રહ્યો હતો યુવક, પછી પોલીસે કર્યા એવા હાલ કે જુઓ વીડિયો

“જાને નહિ દેંગે” તુજે પર બે મહિલાઓને બાઈક પર બેસાડી સીન કરવા જતો હતો યુવક, પોલીસે કહ્યું, “ચલણ વગર તો જવા જ નહિ દઈએ…”, જુઓ વીડિયો

Man Recreate 3 Idiots Scene : આજકાલ લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું ઘેલું લાગ્યું છે, લોકો ગમે તેમ કરીને ફેમસ થવા માંગે છે અને આ ફેમસ થવાના ચક્કરમાં ઘણીવાર તે એવા કામ કરે છે કે પોલીસ પણ તેમની બરાબર ખાતિરદારી કરતી હોય છે. ઘણા લોકોને તમે બાઈક પર સ્ટન્ટ કરતા જોયા હશે, ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક બે મહિલાઓને બેસાડીને “3 ઈડિયટ્સ” ફિલ્મના એક સીનને રીક્રીએટ કરતો જોવા મળે છે.

3 ઈડિયટ્સ પર રીલ બનાવતા હતા :

આ મામલો દિલ્હીનો છે. આ વીડિયો વાયરલ થતા જ પોલીસે તેમને પોતાની રીતે સમજાવ્યા. આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બુલેટ બાઇક ચલાવી રહ્યો છે. ‘3 ઈડિયટ્સ’ ફિલ્મનું ગીત ‘જાને નહીં દેંગે તુઝે…’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. મોટરસાઇકલ પર બે મહિલાઓ પણ છે. ત્રણેય લોકો સાથે મળીને આમિર ખાનની સુપરહિટ ફિલ્મનું તે દ્રશ્ય બનાવતા જોવા મળે છે જેમાં રાંચો અને પ્રિયા રાજુના પિતાને સ્કૂટી પર હોસ્પિટલ લઈ જાય છે.

દિલ્હી પોલીસ આવી એક્શનમાં :

જો કે, જ્યારે આ મામલો વાયરલ થયો, ત્યારે દિલ્હી પોલીસે આ મામલાની નોંધ લીધી અને ચલણ કાઢ્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઇક ચલાવતી વખતે કોઈએ હેલ્મેટ પહેર્યું નથી.આ વીડિયો 24 જુલાઈના રોજ ‘દિલ્હી પોલીસ’ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું “ઓલ ઇઝ નોટ વેલ, જો તમે રીલ્સ માટે જોખમી રીતે વાહન ચલાવો છો. તેની સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે તેઓ તમને ચલણ આપ્યા વિના જવા દેશે નહીં.”

લોકોએ પોલીસની કામગીરીના કર્યા વખાણ :

ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં 33 હજારથી વધુ વ્યૂઝ અને 290થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તમામ યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. જ્યાં કેટલાક યુઝર્સે લોકોને જાગૃત કરવા માટે ‘દિલ્હી પોલીસ’ની આ રીતને પસંદ કરી, તો કેટલાક યુઝર્સે કહેવાનું શરૂ કર્યું “કંઈક લેવડ દેવળ કરીને મામલો શાંત કરી દો.” આ ઉપરાંત પણ ઘણા બધા લોકો પોતાની રીતે પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel