સ્ટન્ટ બતાવી રહેલા આ વ્યક્તિએ મગરના મોઢામાં નાખી દીધો હાથ, પછી જે થયું તે જોઈને તમે પણ ચીસ પાડી ઉઠશો, વાયરલ થયો વીડિયો

મેદાનમાં બેસીને મગરનું મોઢું પહોળું કરીને એક ભાગ દાઢીના ટેકા પર ગોઠવ્યો, હાથને મુક્યો મગરની આંખ પર, પછી મોઢાની વચ્ચે નાખ્યો હાથ, મગરે કર્યું એવું કે જોઈને રૂંવાડા ઉભા થઇ ગયા લોકોના… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણા લોકો વિચાર્યા વગર પણ કેટલીક એવી હરકતો અને સ્ટન્ટ કરી લેતા હોય છે જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. તમે ઘણા લોકોને આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં અકસ્માતનો ભોગ બનતા કે મોતને ભેટતા પણ જોયા હશે. ત્યારે ઘણા સ્ટંટમેન એટલી ચાલાકીથી સ્ટન્ટ કરતા હોય છે જોઈને આપણી આંખો પણ ચાર થઇ જાય.

ત્યારે સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને એક ક્ષણ માટે તો તમારા રૂંવાડા પણ ઉભા થઈ જશે. વીડિયોમાં એક વ્યક્તિ આ નિર્ભયતાથી મગરના મોંમાં હાથ નાખવા લાગે છે. પરંતુ તે જડબાની વચ્ચે હાથ લેતાં જ ભાઈ ઝડપે તેનું મોં બંધ કરવા માટે જાય છે અને પછી જે થાય છે તે ચીસ પડી જાય એવું છે.

આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક માણસ મગરની પીઠ પર બેઠો છે. ભયજનક પ્રાણીનું મોં ઉપરની તરફ ઉંચુ કરવામાં આવે છે. તેણે તેનું જડબું ખોલ્યું છે, જેના ઉપરના ભાગમાં વ્યક્તિએ તેની દાઢી રાખી છે, જ્યારે બીજો ભાગ મુક્ત છે! નજીકમાં હાજર લોકો આ વ્યક્તિનું બહાદુર કૃત્ય જોઈ રહ્યા છે. વ્યક્તિ પોતાનો જમણો હાથ મગરની આંખો પર રાખે છે અને ધીમે ધીમે ડાબા હાથને મગરના ખુલ્લા જડબામાં નાખવાનું શરૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

ત્યારે જ તે જડબાને ધક્કો મારીને પણ પૂરી તાકાતથી બંધ કરી દે છે. જો કે, વ્યક્તિ બુલેટની ઝડપે તેનો હાથ બહાર કાઢી લે છે. આ જોઈને લોકોના ધબકારા વધી ગયા ! આ ચોંકાવનારો વીડિયો 13 ડિસેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર animals_powers પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “અંતની રાહ જુઓ.” આ ક્લિપને અત્યાર સુધીમાં 2 લાખ 61 હજારથી વધુ વ્યૂઝ અને 6 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સાથે જ ઘણા યુઝર્સે આ અંગે પ્રતિભાવ પણ આપ્યા છે.

Niraj Patel