પોતાની કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભા રહીને ગાઈ રહ્યો હતો ગીત, જોઈને હૃતિક રોશન પણ બન્યો તેનો ફેન, જુઓ વીડિયો

કોલેજની ફી ભરવાના પૈસા ભેગા કરવા આ યુવકે રસ્તા પર એવું શાનદાર ગીત ગાયું કે હૃતિક પણ બોલી ઉઠ્યો.. “વાહ…!!”

ઘણા લોકોના સપના ખુબ ઊંચા ઊંચા હોય છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ જોઈને તે પોતાના સપનાને દબાવી પણ લેતા હોય છે, તો ઘણા લોકો મહેનત મજૂરી કરીને પણ તેમના સપના પુરા કરવાના પ્રયત્નો કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પોતાની કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભો રહીને ગીત ગાઈ રહ્યો છે.

આ યુવક રસ્તા પાસે ઉભો રહીને 1990માં આવેલી ફિલ્મ “જુર્મ”ની ગીત “જવ કોઈ બાત બિગડ જાએ” ગાઈ રહ્યો છે, તેનો વીડિયો એટલો બધો વાયરલ થઇ ગયો છે કે તેની પ્રસંશા બોલીવિદ અભિનેતા હૃતિક રોશન અને કૃણાલ કપૂર સહીત ઘણા લોકો કરી રહ્યા છે. આ વીડિયોને ઘણા સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો છે.

2.10 મિનિટની આ ક્લિપમાં ગીત ગાઈ રહેલા યુવકની ઓળખ શકીલના રૂપમાં થઇ છે. તે ગિટાર વગાડતા વગાડતા ગીત ગાતો જોવા મળી રહ્યો છે અને તેની આસપાસ ઘણા લોકો ટોળું વળીને પણ ઉભેલા જોઈ શકાય છે. શકીલની બાજુમાં એક સાઈન બોર્ડ મૂકેલું જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ સાઈનબોર્ડ ઉપર ઘણા ઓનલાઇન ચુકવણી પ્લેટફોર્મ સાથે સાથે શકીલની મદદ કરનારા કોઈપણ વ્યક્તિ માટે QR કોડ પણ રાખવામાં આવ્યો છે. આ સાઈન બોર્ડ ઉપર મેસેજ લખવામાં આવ્યો છે કે, “તમારા યોજદાન માટે આભાર. આ મારી સંગીત વિદ્યાલયની ફીની ચુકવણી માટે છે.”

અભિનેતા કૃણાલ કપૂરે આ વીડિયોને શેર કર્યો છે અને લોકોને શકીલનું સમર્થન કરવા માટે અપીલ કરી છે. કૃણાલે લખ્યું છે, “બહુ જ સરસ, તમે આ ખુબ જ પ્રભાવશાળી અને નવોન્મેષી સંગીતકારનું સમર્થન ક્યાંયથી પણ કરી શકો છો. UPIઅને પ્રૌદ્યોગિકની શકી.” આ પોસ્ટને હૃતિક રોશને પણ રીટ્વીટ કરી છે.

Niraj Patel