પોલિસ ભરતીમાં દોડ લગાવવા આવેલ યુવકનું અચાનક જ હારી ગયો જિંદગીની જંગ, 2 વર્ષ પહેલા ભાઈની ડેથ થઇ હતી

ફિઝીકલ ટેસ્ટ દરમિયાન દોડ પૂરી કરી પણ સપના અધૂરા રહી ગયા, થયું દુઃખદ નિધન

ઘણીવાર દેશમાંથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે તે સાંભળી આપણે પણ અચંબામાં મૂકાઇ જઇએ છીએ. હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે પોલિસની ભરતીની દોડમાં એક યુવક સામેલ થયો હતો, તેણે 800 મીટરની દોડ પૂરી પણ કરી પરંતુ એવું બન્યુ કે તેણે આ વિશે સપનામાં પણ નહિ વિચાર્યુ હોય. લાંબા સમય બાદ જબલપુરમાં પોલીસની સીધી ભરતીની પરીક્ષા લેવામાં આવી છે. જેમાં અનેક જિલ્લાના યુવાનો પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે આકરા તડકામાં ફિઝિકલ પરીક્ષા આપી રહ્યા છે.

આ દરમિયાન ભરતી પ્રક્રિયા અંતર્ગત દોડમાં સામેલ યુવકની તબિયત અચાનક બગડી હતી. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત વિહત અનુસાર, સિવની નિવાસી 22 વર્ષીય નરેન્દ્ર ગૌતમ તેના પિતા સાથે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જોડાવા માટે જબલપુર આવ્યો હતો. રાંઝીમાં 6ઠ્ઠી બટાલિયનમાં ભરતી વખતે જ્યારે તે 800 મીટરની રેસમાં જોડાયો ત્યારે રેસ પૂરી કર્યા પછી તે જમીન પર સૂઈ ગયો અને બેહોશ થઈ ગયો. જે બાદ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ રાંઝી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો અને જ્યાંથી વિક્ટોરિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

જે બાદ અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ નરેન્દ્રનો જીવ બચાવી શકાયો ન હતો. પ્રાથમિક તપાસ મુજબ નરેન્દ્રના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવે છે. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ નરેન્દ્રના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે મોકલી આપ્યો હતો. નરેન્દ્રના પિતા હોસ્પિટલમાં હાજર હતા પરંતુ તેઓ પોતાનું દુઃખ પણ વ્યક્ત કરી શક્યા ન હતા અને કહેતા રહ્યા હતા કે તેમના પુત્રનું શું થયું છે તેની તેમને ખબર નથી. શંકરલાલ ગૌતમને બે પુત્રો છે.

જેમાં મોટા પુત્રનું બે વર્ષ પહેલા સુગરની બિમારીને કારણે મોત થયું હતું અને નરેન્દ્રએ તેમના ઘરનું ધ્યાન રાખવાનું હતું. તે પોલીસમાં જોડાઈને સમાજ અને પોતાના પરિવારનું ધ્યાન રાખવા માંગતો હતો, પરંતુ તેનું સપનું અધૂરું રહી ગયું. જણાવી દઈએ કે ઈન્દોર, ઉજ્જૈનમાં 6ઠ્ઠી બટાલિયન સહિત રાજ્યના 6 સ્થળોએ કોન્સ્ટેબલની ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી છે. મંગળવારે, SAF, જબલપુર ખાતે યોજાયેલી શારીરિક પરીક્ષામાં 201 ઉમેદવારોમાંથી માત્ર 165 જ હાજર રહ્યા હતા. જેમાં 53 સફળ રહ્યા હતા. અરજદારોએ 2.45 મિનિટમાં શારીરિક કસોટીમાં પ્રથમ 800 મીટરની રેસમાં ક્વોલિફાય થવું પડશે.

Shah Jina