જાદુ બતાવીને લોકોને ઉલ્લુ બનાવી રહ્યો હતો જાદુગર, પછી એક વ્યક્તિએ ખોલી નાખી પોલ તો લોકોએ મારી છુટ્ટી બોટલો

બાળપણમાં જયારે જાદુનો શો થતો ત્યારે લોકો જોવા માટે ટોળે વળતા હતા, અને તેની હાથ ચાલાકીની આપણે ખુબ જ પ્રસંશા પણ કરતા હતા. આજે જદુગરો બહુ ઓછા જોવા મળે છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર જાદુને લગતા ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ઘણા જાદુગરની પોલ-ખોલના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાય છે.

સોશિયલ મીડિયામાં હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક જાદુગરની પોલ ખુલતી સામે આવી રહી છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક જાદુગર પોતાનો જાદુ બતાવીને લોકોને હેરાન કરી રહ્યો છે. જાદુગરના આ જાદુને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે.

ત્યારે જ એક વ્યક્તિ ઉભો થાય છે અને તેને જાદુગરે શું ટ્રીક કરે છે તે ખબર હોય છે. તે તરત જાદુગર પાસે ચાલીને આવે છે અને જાદુગરની પોલ ખોલીને રાખી દે છે, જેના બાદ ત્યાં ઉભેલા લોકો પણ હેરાન રહી જાય છે અને જાદુગરને છુટ્ટી બોટલો મારવા લાગી જાય છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, ઘણા લોકો તેમાં મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. આજે મોટાભાગના લોકો જાગૃત બની ગયા છે અને જાદુગરની તકનીકો વિશે પણ જાણતા થઇ ગયા છે. એવામાં આવા પોલખોલ વીડિયો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

Niraj Patel