નાની ઉંમરમાં જ પ્રેમિકાનું થયું મોત, પ્રેમી પહોંચ્યો તેના ઘરે અને લાશ સાથે જ કરી લીધા લગ્ન, પછી,  ખાધી એક અઘરી કસમ, જુઓ વીડિયો

બંને લગ્ન કરવા માંગતા હતા પણ અચાનક ગર્લફ્રેન્ડનું મૃત્યુ થતા બોયફ્રેન્ડ ભાંગી પડ્યો, લાશ સાથે લગ્ન કરીને લીધી એક મોટી પ્રતિજ્ઞા….

ઘણા લોકો એવા હોય છે જે સાચા પ્રેમના દાવા કરતા હોય છે, સાથે જીવવા મારવાની કસમોં ખાતા હોય છે પરંતુ જયારે સમય આવે છે ત્યારે તે સાથ પણ નથી આપતા અને ભાગી જાય છે. આવી ઘણી ઘટનાઓ તમે  જોઈ હશે. અને આજના સમયમાં તો આવી ઘટનાઓ બનવી ખુબ જ સામાન્ય પણ બની ગઈ છે, ત્યારે આજના સમયમાં સાચો પ્રેમ શોધવો એ દરમિયામાંથી સોયા શોધવા બરાબર છે.

પરંતુ હાલ એક એવા પ્રેમની ઘટના સમયે આવી છે જેને લોકોને પણ હેરણીમાં પણ મૂકી દીધા સાચા પ્રેમનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કહાની સામે આવી છે અસમમાંથી, જ્યાં એક પ્રેમીએ તેની પ્રેમિકાના નિધન બાદ તેના અંતિમ સંસ્કારમાં લગ્ન કર્યા અને આજીવન લગ્ન નહિ કરવાનો સંકલ્પ પણ લીધો હતો. પોતાની પ્રેમિકાના દુઃખમાં ડૂબી ગયેલા આ પ્રેમીનો વીડિયો ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અંસુઅર અસમના મોરીગાંવ એક 27 વર્ષીય યુવક બિટુપન કોસુઆ ગામની 24 વર્ષીય પ્રાર્થના બોરા સાથે પ્રેમ કરતો હતો. પ્રાર્થના થોડા સમય પેહલા જ બીમાર થઇ હતી અને તેને ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન જ ગત શુક્રવારના રોજ તેનું નિધન થઇ ગયું હતું. આ ખબરથી બીટુપન ખુબ જ દુઃખી થઇ ગયો હતો.

બિટુપનને જયારે ખબર મળી કે પ્રાર્થનાના નિધન બાદ તેના પરિવારજનો તેના પાર્થિવ દેહને ઘરે લઈને આવ્યા છે તો તે પણ ત્યાં પહોંચી ગયો અને પ્રાર્થનાની દુલ્હન બનવાની ઈચ્છા તેને પૂર્ણ કરી અને તેના અંતિમ સંસ્કાર દરમિયાન તેની સાથે લગ્ન પણ કર્યા. આ દરમિયાન તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. યુવકે પરિવારના સદસ્યોની હાજરીમાં જ આ લગ્નની વિધિ પૂર્ણ કરી.

Niraj Patel