શું તમે ક્યારેય ખાધું છે લસણનું બનેલુ આઈસ્ક્રીમ? જોઈ લો રેસિપી આ વીડિયોમાં, ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો

આ વ્યક્તિએ બનાવ્યું લસણનું આઈસ્ક્રીમ, વીડિયો જોઈને ચોક્કસ તમે હેરાન રહી જશો

આજના લોકોને અવનવો સ્વાદ પસંદ હોય છે અને તેના માટે હજારો રૂપિયા પણ ખર્ચ કરી બેસે છે.આ સિવાય પોતાની મનપસંદ ખાદ્ય સામગ્રી મેળવવા માટે લોકો સેંકડો કિલોમીટર સુધી પણ સફર કરવાનું પસંદ કરે છે. લોકોને જમ્યા બાદ કંઈક મીઠું ખાવાની આદત હોય છે, જેમાં લોકો આઈસક્રીમ ખાવાનું વધુ પસંદ કરે છે. ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને આઈસ્ક્રીમ ભાવતું નહીં હોય.એવામાં આજના સમયમાં ઈન્ટનેટ પર કંઈક એવો વિચિત્ર ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો વિચિત્ર વસ્તુઓનું કોમ્બિનેશન કરીને વિચિત્ર ખાદ્ય સામગ્રી બનાવી લે છે.

આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ એવું આઈસ્ક્રીમ બનાવ્યું કે, જેના વિષે જાણીને તમે પણ હેરાન રહી જશો. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ લસણની કળીઓનું આઈસ્ક્રીમ બનાવી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ લસણની કળીઓ લઈને એક કપમાં મૂકે છે, અને ત્યાર બાદ તેમાં પાણી નાખે છે. અમુક સમય બાદ તેના હાથમાં લસણની બનેલી આઈસ્ક્રીમ જોવા મળે છે. ઇન્ટરનેટ પર આ વીડિયો આજના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.મેઘા નામની ન્યુટ્રિશનિસ્ટ આ વીડિયો શેર કર્યો છે અને કહ્યું કે,”લોકો લસણની ચટણી બનાવે છે, અમુક લોકો તેનું શાક બનાવીને પણ ખાય છે, પણ લસણની આઈસ્ક્રીમ કોણ બનાવે છે!

 

View this post on Instagram

 

A post shared by Megha & Akash (@the_fit_jodi)


વિડીયો શેર કરીને મેઘાએ ‘લસણનું આઈસ્ક્રીમ’ એવું કેપ્શન પણ લખ્યું છે. અમુક લોકોએ વીડિયોને ફની જણાવીને ખુબ હસ્યા હતા.જ્યારે એક વ્યક્તિએ તેનું સમર્થન કર્યું અને લસણના સ્વાસ્થ્ય વિષે વાત કહી હતી.તેમણે પૂછ્યું કે તેમાં શું સમસ્યા છે જો કોઈ વ્યક્તિએ લસણના આઈસ્ક્રીમનો આનંદ લીધો છે તો!” શું તમે આ લસણની આઈસ્ક્રીમ ખાવા માંગશો?

Krishna Patel