આ ભાઈએ દેશી જુગાડ દ્વારા પાણીની ટાંકીમાં જ બનાવી દીધું ગીઝર, જોઈને લોકો બોલ્યા.. “લાઈટ બિલ ભુક્કા કાઢી નાખશે..” જુઓ

વાહ ભાઈ વાહ.. જુગાડીઓ તો આપણા દેશમાં જ પડ્યા છે, ઠંડીમાં પાણી ગરમ કરવા માટે ભાઈએ ટાંકીમાં બનાવ્યું ગીઝર, જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

Man Make Giant Geyser : ઠંડીની સીઝન શરૂ  થવાની સાથે જ લોકો ગરમી શોધવા લાગે છે. આ સીઝનમાં લોકો ઠંડી વસ્તુઓ અને ઠંડા પાણીથી દૂર રહેવામાં જ પોતાની ભલાઈ માનતા હોય છે, ઠંડા વાતાવરણમાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું એ એક સુખદ અનુભવ છે. વાસ્તવમાં, મોટાભાગના લોકો પાણી ગરમ કરવા માટે ‘હીટર’ નો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાકમાં ગીઝર લગાડે છે. આ ઉપરાંત એવા પણ ઘણા લોકો છે જે જુગાડ દ્વારા પાણી ગરમ કરવા માટે ‘નિન્જા ટેકનિક’ અપનાવે છે.

ટાંકીને બનાવ્યું ગીઝર :

જેમ હીટર સ્પ્રિંગને લાકડીથી લપેટીને તેના વડે પાણી ગરમ કરવું એ પણ એક કળા છે. પરંતુ અમને સોશિયલ મીડિયા પર એક એવો જુગાડ મળ્યો છે જેણે એક વિશાળ પાણીની ટાંકીને ‘વિશાળ ગીઝર’માં પરિવર્તિત કરી દીધી છે. આ જુગાડ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો કેટલાક યુઝર્સ તેને જોખમી ગણાવી રહ્યા છે. અને હા, કેટલાક એમ પણ કહે છે કે તે અસરકારક છે!

કરોડો લોકોએ જોયો વીડિયો :

આ વીડિયોને આ મોહક જુગાડ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ j_a_n_u_rajbhar પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર  સુધી 14 મિલિયન (1.4 કરોડ) થી વધુ વ્યૂઝ અને 5 લાખ 60 હજાર લાઈક્સ મળી છે. આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ પહેલા ટાંકીના નીચેના ભાગમાં છિદ્ર બનાવે છે અને તેમાં ઇમર્શન રોડ ફીટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by janu rajbhar (@j_a_n_u_rajbhar)

લોકોએ આપી પ્રતિક્રિયા :

હવે સ્વાભાવિક છે કે જ્યારે વ્યક્તિ આ સળિયા પર સ્વિચ કરશે ત્યારે ટાંકીમાં પાણી ધીમે-ધીમે તેના મારને કારણે ગરમ થવા લાગશે. આ પોસ્ટ પર સેંકડો યુઝર્સે કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું- યમલોક બોલાવી રહ્યો છું. બીજાએ કહ્યું- બિલ બહુ ભુક્કા કાઢી નાખશે. જ્યારે અન્ય યુઝરે કહ્યું કે ભાઈ, કરંટ નહીં આવે? આ ઉપરાંત પણ અન્ય ઘણા લોકો કોમેન્ટ કરતા જોવા મળ્યા છે.

Niraj Patel