રીક્ષા ચાલક આર્થિક પરિસ્થિતિ લથડતા થઇ ગયો હતો ઉદાસ, છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીએ આપ્યો એવો આઈડિયા કે આજે મહિને કમાય છે આટલા હજાર, જુઓ કેવી રીતે ?
Man made a sun-powered auto : ભારત અને જુગાડનો વર્ષો જૂનો નાતો છે. આપણા દેશનો જુગાડ દુનિયભરમાં ફેમસ છે અને દુનિયા પણ આપણા દેશના જુગાડના હંમેશા વખાણ કરતી હોય છે. ઘણા લોકો પોતાની જરૂરિયાત મુજબ એવી એવી વસ્તુઓ બનાવી દેતા હોય છે કે તેના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા જ વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ પણ એક એવો જ જુગાડ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક રીક્ષા ડ્રાઈવરે પોતાની રીક્ષા સાથે એવું કર્યું કે લોકો પણ જોતા જ રહી ગયા.
આ કારનામુ કરી બતાવ્યું છે ઓડિશાના એક ઓટો ડ્રાઈવરે. તેણે પોતાની પ્રતિભાથી ઇલેક્ટ્રિક ઓટોને સોલર એનર્જી પાવરમાં રૂપાંતરિત કરી છે. એટલે કે હવે તેની ઓટો સૂર્યપ્રકાશ (સોલર પાવર્ડ ઓટો) દ્વારા ચાર્જ થઈને ચાલે છે. તે ભુવનેશ્વરની શેરીઓમાં પોતાની ઓટો ચલાવે છે. ઓટો ડ્રાઈવરનું નામ શ્રીકાંત પાત્રા છે, તેણે યુટ્યુબ પરથી જોઈને આ કારનામું કર્યું છે. તે નયાગઢનો છે અને રાજધાનીમાં રહે છે.
આ રીતે ઇનોવેશનનો વિચાર આવ્યો :
35 વર્ષીય શ્રીકાંત પાત્રાએ જણાવ્યું કે ‘હું છેલ્લા 15 વર્ષથી ઓટો ચલાવીને જીવી રહ્યો છું. ડીઝલનો ખર્ચ કાઢીને તે એક દિવસમાં માત્ર 300-400 રૂપિયા કમાઈ શકતો હતો. પરિસ્થિતિ એવી હતી કે તે બાળકોને ભણાવી પણ ન શકે. આ પછી, લગભગ દોઢ વર્ષ પહેલાં, ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ખરીદી અને તેને ચલાવવાનું શરૂ કર્યું. જો કે, ઓછી બેટરી અને ચાર્જિંગ સમસ્યાઓ રોજિંદી મુશ્કેલી હતી. કમાણી પણ વધુ ઘટી. હું બરાબર ડ્રાઇવ કરી શકતો ન હતો. આ પછી, મારી પુત્રીએ મને YouTube પર વિડિઓ જોવાનું કહ્યું, જ્યાંથી નવીનતાનો વિચાર આવ્યો.”
ઈલેક્ટ્રિક ઓટોને સૌર ઉર્જાથી સંચાલિતમાં રૂપાંતરિત કરી :
ઓટો ડ્રાઈવર શ્રીકાંત પાત્રાએ કહ્યું કે, ‘મારી સમસ્યા જોઈને, ધોરણ 6માં ભણતી મારી દીકરીએ યુટ્યુબ પર એક વીડિયો જોયો અને પછી મને સલાહ આપી કે શહેરમાં ડ્રાઈવિંગ કરતી વખતે દરરોજની બેટરીની સમસ્યાને દૂર કરવા માટે ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષાને સૌર ઉર્જાથી ચાલતું વાહન બનાવી શકાય છે. મને દીકરીનો વિચાર ગમ્યો અને પછી ઈલેક્ટ્રિક ઓટો-રિક્ષાને સૌર ઉર્જાથી ચાલતા વાહનમાં રૂપાંતરિત કરી. હવે વારંવાર બળતણ અને બેટરી ભરવાની સમસ્યા દૂર થઈ ગઈ છે. આ રિક્ષા પ્રદૂષણ મુક્ત છે અને પર્યાવરણને ફાયદો પહોંચાડવા ઉપરાંત આવકમાં પણ સારી છે.
300 કિમિ ચાલે છે એકવાર ચાર્જમાં :
ઓટો ડ્રાઇવર શ્રીકાંત પાત્રાએ જણાવ્યું કે, ‘તેમની ઓટો હવે સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે, ઇલેક્ટ્રિકથી નહીં. એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 140 કિલોમીટર સુધી ચાલે છે. તેમાં બેસવું પણ ખૂબ જ આરામદાયક છે. હવે હું રોજના 1300-1500 રૂપિયા કમાઈ રહ્યો છું. મારો પરિવાર સારી રીતે ચાલી રહ્યો છે. આર્થિક સ્થિતિ ખરાબ થતાં મારી દીકરીએ 8મા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો હતો.