આ માણસ કૂતરાને મારવા ગયો લાત અને બની ગયું એવું કંઈક કે જોઈને દંગ રઇ જશો

કર્મનું ફળ કેટલું જલ્દી મળે છે? આ નાનકડો વીડિયોએ લોકોને દેખાડી દીધું

જયારે કોઈ વ્યક્તિ કોઈની સાથે ખરાબ કરતો હોય છે ત્યારે કહેવામાં આવે છે કે તેનો હિસાબ વહેલા કે મોડા કોઈને કોઈ રીતે થઇ જ જતો હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક આ હિસાબ ખુબ જ જલ્દી થઇ જતો હોય છે. વિશ્વાસ ના આવતો હોય તો સોશિયલ મીડિયા પર વાયરલ સીસીટીવી ફોટેજ જોઈ લો.

કહેવાય છે કે કર્મ કરો અને ફળની ચિંતા કરશો નહિ. સોશિયલ મીડિયા પર આ સીસીટીવી ફોટેજ ખુબ વાયરલ થઇ રહ્યો છે. ફોટેજમાં એક વ્યક્તિ કારણ વગર એક કૂતરાને લાત મારવાની કોશિશ કરતો હતો પરંતુ પછી તેવું જ થાય છે જેને લોકો ‘કર્મા’ કહે છે.

આ વીડિયોમાં ચોખ્ખુ નજર આવી રહ્યું છે કે જેવો તે વ્યક્તિ કૂતરાને લાત મારવાની કોશિશ કરે છે ત્યારે કૂતરું આગળની બાજુ ભાગી જાય છે જયારે તે વ્યક્તિ ધડામ લઈને જમીન પર પડી જાય છે. આ આખી ઘટના થોડેક દૂર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આની ક્લિપ જયારે ઈન્ટરનેટ પર શેર કરી ત્યારે વીડિયો વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોને જોયા બાદ ઘણા બધા યુઝર્સનું કહેવું છે કે જેવું કરશો તેવું ભરશો.

આ વાયરલ ક્લિપને ટ્વિટર હેન્ડલ @Natureholic2થી 19 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતો. યુઝરે હસવા વાળા ઈમોજી સાથે કેપ્શન લખ્યું હતું કે-પરફેક્ટ કર્મા. આ ક્લિપને અત્યાર સુધી 3 લાખ 70 હજાર કરતા વધુ વ્યૂઝ આવી ચુક્યા છે સાથે જ આ ક્લિપને જોઈને ઘણા બધા યુઝર્સ ખુબ હસી રહ્યા છે તેમજ ઘણા લોકોએ કહું ખરાબ કામનું ખરાબ પરિણામ.

Patel Meet