પૂજા વચ્ચે માથા પર ફોડ્યુ નારિયેળ, સ્ટંટ બાદ ચોંકાવનારી ઘટના- જુઓ વાયરલ વીડિયો
હિંદુઓમાં પૂજા સમારોહ દરમિયાન નારિયેળનો ઉપયોગ એ સામાન્ય વાત છે, ઘણીવાર ધાર્મિક ગતિવિધિઓમાં આપણે ભગવાનને ફળ, ફૂલ અને મિઠાઇઓ સાથે નારિયેળ પણ ચઢાવીએ છીએ. જો કે, હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંદિરમાં ભગવાનની પૂજા દરમિયાન એક વ્યક્તિને સ્ટંટ કરવો ભારે પડી ગયો. તેણે પૂજા વચ્ચે નારિયેળ પોતાના માથા પર ફોડ્યુ અને તેના આગળના જ પળ તેની હાલત પતલી થઇ ગઇ. તે બેહોંશ થઇ જમીન પર પડી ગયો.
આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં તે વ્યક્તિ માથા વડે નાળિયેર ફોડતો જોઈ શકાય છે. જો કે પરાક્રમ કર્યા બાદ તે થોડી જ પળમાં બેભાન થઈ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક જગ્યાએ પૂજા થઈ રહી છે અને એક માણસ હાથમાં નાળિયેર લઈને ભજન અને કીર્તન ગાતો આવે છે અને નાળિયેરને માથા પર ફોડે છે.
જો કે નાળિયેર તરત જ તૂટી જાય છે, પણ થોડી જ સેકન્ડોમાં વ્યક્તિ બેહોંશ થઇ જમીન પર પડી જાય છે. આ વીડિયો જોઇ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું, “ઓપરેશન સફળ રહ્યું પરંતુ દર્દીનું મોત થયું.” બીજાએ કટાક્ષ કર્યો તેણે પોતાનું બલિદાન આપ્યું કારણ કે તે ભગવાનનો બાળક છે.જોકે એક યુઝરે તો એમ લખ્યું કે- ભારત ભારતીયો માટે પણ નથી..!!
View this post on Instagram