Video: રિવર્સ લેતા જ ટ્રોલી સાથે ગટરમાં ખાબક્યો આ વ્યક્તિ, મજેદાર છે વીડિયો

સમગ્ર વિશ્વમાં રોજ હજારોની સંખ્યામાં અકસ્માત થાય છે. વાહન ચલાવતી વખતે નાની એવી ભૂલ મોટી સમસ્યા ઉભી કરી દે છે. આવા અકસ્માતના વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર આપણને જોવા મળે છે. તો બીજી તરફ ઘણા લોકો સ્ટંટ કરવાના ચક્કરમાં પોતે તો મુસિબતમાં મુકાઈ સાથે સાથે બીજાનો જીવ પણ મુસિબતમાં મુકી દે છે. તો ઘણા લોકો ડ્રાઈવર તો સારા હોય છે પરંતુ ગાડીને રિવર્સ લેવામાં ભૂલ કરતા અકસ્માતનો ભોગ બને છે.

હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ટ્રોલીને રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે જ તે ટ્રોલી સાથે ગટરમાં ખાબકે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો ચીનનો હોવાનું જાણવા મળ્યું છે. જેને ઈન્સ્ટાગ્રામ પર hersey.dahil16 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

જેવો આ વીડિયો ઈન્ટરનેટ પર આવ્યો હજારો લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ ઉપરાંત લાખોની સંખ્યામાં વ્યૂ મળી ચૂક્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો આ વીડિયો અંગે કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ અંગે એક યૂઝરે લખ્યું કે, ગાડી ઉપર વજન વધારે હતો, તેથી તે પલટી ગઈ. તો બીજા એક વ્યક્તિએ કહ્યુંકે, ચીનમાં આવું જ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by HER ŞEY DAHİL (@hersey.dahil16)

સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહેલા આ વીડિયોમાં તમે જોશો કે એક ડ્રાઈવર ટ્રોલીને ઝડપી રિવર્સ લેવાની કોશીશ કરી રહ્યો છે. હકિકતમાં આ ડ્રાઈવર ટ્રોલીને રિવર્સ લઈને ગટર ઉપર બનેલા ધાબા પર પાર્ક કરવા માગતો હતો પરંતુ જેવા તે ગટર પર બનેલા સિમેન્ટના ફ્લોર પર ટ્રોલી લઈ જાય છે ત્યારે સિમેન્ટથી બનેલુ તે ફ્લોર તૂટી જાય છે અને આ ડ્રાઈવર ટ્રોલી સહિત ગટરમાં ખાબકે છે. જો કે તેના નસીબ સારા હતા કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની નથી થઈ માત્ર થોડી ઈજા થઈ છે. જો થોડું પણ આમ તેમ થયું હોત તો આ વ્યક્તિનો જીવ પણ જઈ શક્યો હોત. તેથી જ લોકો કહે છે કે હંમેશા ડ્રાઈવિંગ કરતી વખતે સાવધાની રાખવી.

YC