ગજબના માણસો છે: આ યુવકે એલિયન બનવાના ચક્કરમાં કપાવી નાખ્યા પોતાના કાન, નાક, હોઠ અને આંગળીઓ, હવે થઇ આવી હાલત

દુનિયાની અંદર ઘણા એવા સનકી લોકો પડેલા છે, જે તેમનું ધાર્યું કરવા ઇચ્છતા હોય છે. તેમની જીદ અને જુનુન આગળ કોઈનું ચાલતું નથી, અને પોતાને મનગમતું  જ કરે છે, પરંતુ ઘણીવાર આમ કરવું મુશ્કેલીઓ ભરેલું પણ સાબિત થઇ શકે છે. આવું જ એક યુવક સાથે પણ બન્યું છે, જેનામાં એલિયન બનવાનું ભૂત સવાર થયું હતું જેના માટે તેને શરીરના મહત્વપૂર્ણ અંગો પણ કપાવી નાખ્યા.


બ્લેક એલિયન બનવાની ઈચ્છા રાખનાર યુવકે છે ફ્રાન્સનો એન્થની લોંફ્રેડો. જે હાલ ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેને પોતાના હાથને અજીબ પંજા જેવો બતાવવા માટે પોતાની બે આંગળીઓ કપાવી નાખી છે. એન્થનીએ ફક્ત તેની આંગળીઓ જ નહીં પરંતુ આ પહેલા પોતાના નાક અને ઉપરનો હોઠ પણ કપાવી ચુક્યો છે.


એટલું જ નહીં તેને પોતાની આંખોની અંદર પણ ટેટુ કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે 33 વર્ષીય એન્થનીએ પોતાના ડાબા હાથની બે આંગળીઓ કપાવવા માટે મેક્સિકો જઇને સર્જરી કરાવી છે. એન્થનીએ તેના આખા શરીરને ટેટુથી છૂંદાવી રાખ્યું છે. એટલું જ નહીં, તેને બેલ્ક એલિયન બનવા માટે ના જાણે કેટલીય સર્જરી કરાવી છે.


આટલી સર્જરી કરવા છતાં પણ એન્થનીનું કહેવું છે કે હજુ તેને બ્લેક એલિયન બનવા માટે 35 ટકા બદલાવની જરૂર છે. તેને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની તસવીર શેર કરવાની સાથે લખ્યું છે, “હજુ આ પ્રોજેક્ટ ખતમ નથી થયો, મારુ જે બ્લેક એલિયન બનવાનું સપનું છે તેમાં હજુ એક બીજી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જયારે 35 ટકા પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે. મારી આ સફળ સર્જરી માટે મેક્સિકોનો આભાર.”


એન્થનીએ પોતાની સર્જરી બાદ પોતાના હાથમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો લઈને ઇન્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે, “શાંતિમાં… ઉર્જા માટે આભાર.. બીજા હાથ માટે હવે તૈયારી શરૂ..”

Niraj Patel