યુવકે પ્રેમીકાની માતાનો જીવ બચાવવા આપી દીધી કિડની, બેવફા છોકરી ન કરવાનું કરી બેઠી

બેવફા સનમ તારી બહુ મહેબાની

પ્રેમ આંધળો હોય છે આ વાત તો તમે સાંભળી જ હશે. કારણ કે કોઈના પ્રેમમાં લોકો શું શું કરી બેસે તે કઈ કહી ન શકાય. પ્રેમને મેળવવા લોકો પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે તો બીજી તરફ કેટલાક લોકો ગમે તેવી વફાદારી રાખે પરંતુ તેની સાથે બેવફાઈ થાય છે. તમે પ્રેમમાં બેવફાઈના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે પરંતુ આજે અમે જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને કદાચ તમારો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જશે.

આ કિસ્સો કેલિફોર્નિયાનો છે જ્યાં એક છોકરો એક છોકરી પાછળ એટલો ગાંડો થઈ ગયો કે તેને મેળવવા માટે કઈ પણ કરવા તૈયાર થઈ ગયો. તે છોકરી પામવા માટે તેણે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દીધો. ત્યાં સુધી કે તે છોકરીની માતાને બચાવવા માટે પોતાની કિડની પણ દાન કરી દીધી. પરંતુ કહેવાય છે ને કે ભલાઈનો જમાનો નથી રહ્યો. બસ આવુ જ તે યુવક સાથે થયું. તે છોકરી બેવફા નિકળી અને મોકો મળતાની સાથે અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા.

એક રિપોર્ટ પ્રમાણે આ યુવકનું નામ Uziel Martinez છે. આ વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ યુવકે પોતે આ વાતની જાણ સોશિયલ મીડિયા દ્વારા કરી. તેણે કહ્યું કે હુ તે છોકરીને મારા જીવથી પણ વધુ પ્રેમ કરતો હતો. પરંતુ આખરે તેણે મને દગો આપ્યો. તે મારા પ્રેમને સમજી ન શકી. આ યુવકની કહાની સાંભળીને લોકો પણ દંગ રહી ગયા અને તેને પ્રત્યે સહાનુભૂતી પ્રગટ કરવા લાગ્યા તો બીજી તરફ તે છોકરીને લોકોએ જેમતેમ સંભળાવી.

આ યુવકે પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે, જ્યારે મે મારા જીવને જોખમમાં મૂકીને તેની માતાને કિડની આપી ત્યારે તેની માતાનું ઓપરેશન થયું અને તેમનો જીવ બચ્યો. પરંતુ નવાઈની વાત એ છે કે હજી તો આ ઘટનાને એક જ મહિનો થયો હતો ત્યાં તો તે છોકરીએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો અને બીજા સાથે લગ્ન કરી કરી લીધા. આ ઉપરાંત આ સમગ્ર કહાનીને લઈને આ યુવકે એક વીડિયો ટીકટોક પર શેર કર્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વીડિયોને અત્યાર સુધીમાં 15 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. યુવકની સાથે જે થયું તેને જાણીને ઘણા લોકોને આઘાત લાગ્યો છે. ઘણા લોકો તેની ગર્લફેન્ડને ગંદુ કહી રહ્યા છે. ઘણા લોકોએ તેની પ્રશંસા કરતા કહ્યું કે તમે એક સ્ત્રીને નવુ જીવન આપ્યું છે કારણ કે જો તમે કિડની ન આપી હોત તો તે મહિલાનું ઓપરેશન શક્ય ન બનત. માટે તમારે ઉદાસ થવાની જરૂર નથી તમારે ખુશ રહેવુ જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Uziel Martínez (@uziel_ms)

YC