આવા લોકો ને શું કહેશો ? છલોછલ વરસાદથી ભરાયેલા પાણીમાં ચાલી રહેલી ટ્રકની પાછળ લટકીને કર્યું મનોરંજનનું કામ.. જુઓ વીડિયો
Man Doing Surfing In Flood Water : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. કેટલીક વાર ઉંમર લાયક લોકો પણ કેટલાક એવા કામ કરતા હોય છે જે કે તેને જોઈને તેમની બુદ્ધિ પણ ઘાસ ચરવા ગઈ હોય તેમ લાગે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો તેનો પુરાવો છે. આમાં એક માણસ રસ્તામાં ભરાયેલા પાણીમાં સર્ફિંગની મજા લેતો જોઈ શકાય છે.
ટ્રક પાછળ લટક્યો માણસ :
નોંધનીય બાબત એ છે કે આ દરમિયાન રસ્તા પર ટ્રાફિક રહે છે. ચાલતા વાહનોની વચ્ચે તે આ પરાક્રમ કરી રહ્યો છે. આ જ કારણ છે કે લોકો તેના આ કૃત્યને ગાંડપણ ગણાવી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક મોટી ટ્રક રોડ પરથી પસાર થઈ રહી છે. માણસ તેની પાછળનું હેન્ડલ પકડીને કાર્પેટ પર સૂઈ રહ્યો છે. લગભગ 13 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર (@Enezator) નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
જીવન જોખમે કર્યો સ્ટન્ટ :
કેપ્શનમાં લખ્યું છે – દરેક પાડોશી પાગલ છે. ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભીડવાળા રસ્તા પર કોઈ પણ જાતના ડર વગર આ વ્યક્તિ ટ્રકના પાછળના ભાગે લટકી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મુકવા છતાં હસી રહ્યો છે અને આનંદ માણી રહ્યો છે. 25 ઓગસ્ટે શેર કરવામાં આવેલી આ ક્લિપ જોવામાં લોકો ખૂબ જ રસ લઈ રહ્યા છે.આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકો લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.
Every neighborhood has a crazy pic.twitter.com/e383s3sU6z
— Enezator (@Enezator) August 24, 2023
લોકોએ આપી આ પ્રતિક્રિયા :
એક યુઝરે કહ્યું- ઓછામાં ઓછું તે હસી રહ્યો છે અને એન્જોય કરી રહ્યો છે. અન્ય એક ટિપ્પણી કરી – તે તેના જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યો છે. ત્રીજા યુઝરે કહ્યું- તેણે ભારે વરસાદમાં પણ મનોરંજન માટે એક એક્ટિવિટીની શોધ કરી. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે.