રોડ ઉપર ચાલુ બાઇકે કલર પાડવા ગયા આ દાદા, પછી થયા એવા હાલ કે આજ પછી બાઈક ઉપર…. જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા લોકો રોડ ઉપર ચાલુ બાઈક અને કારમાં સ્ટન્ટ કરતા હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ સ્ટન્ટ કરવા તેમને જ ભારે પડી જતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક ચાચાને રોડ ઉપર ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા મોંઘા પડી ગયા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ઝડપભેર બાઇક સવાર પોતાની બાઇક પર સંપૂર્ણ નિયંત્રણ છોડીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો જોઈને દરેકની આત્મા કંપી રહી છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરતા એક વ્યક્તિનો વીડિયો આ દિવસોમાં બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ હાઈ સ્પીડ બાઈક પર આરામથી બેઠેલો જોવા મળે છે. આ દરમિયાન વ્યક્તિએ બાઇકનું હેન્ડલ પકડ્યું ન હતું, એટલું જ નહીં, તેણે તેના પગ નીચે કરવાને બદલે ઉપર રાખ્યા હતા. આના પર પણ બાઇક સરળતાથી ચાલી રહી હોય તેવું લાગે છે. વીડિયોમાં તમે જોશો કે આ દરમિયાન તેની પાસેથી પસાર થતા અન્ય વાહન સવારો પણ તેને જોઈને ડરી જાય છે.

વીડિયોમાં તે વ્યક્તિ પાસેથી પસાર થઈ રહેલા એક વાહન સવારે તેનો વીડિયો શૂટ કર્યો હતો, જેમાં તે વ્યક્તિ જીવલેણ સ્ટંટ કરતો જોવા મળે છે. આ દરમિયાન વીડિયો બનાવતા વાહનમાં સવાર લોકો સ્ટંટ કરી રહેલા વ્યક્તિ સાથે વાત કરતા પણ સાંભળવા મળે છે. આ દરમિયાન, વાત કરવામાં મગ્ન વ્યક્તિ રસ્તા પર ધ્યાન આપતો નથી, જે પછી આંખના પલકારામાં તે વ્યક્તિ આગળ એક મોટી કાર સાથે આથડ્યા છે અને કાચ તોડી અંદર ઘુસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે અકસ્માત કેટલો ભયંકર હતો. સ્વાભાવિક છે કે આ અકસ્માત પછી તે વ્યક્તિને ખૂબ જ ગંભીર ઈજા થઈ હશે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ, પરંતુ ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આવી ભૂલ ના કરવા માટે કોમેન્ટ કરી સલાહ પણ આપી રહ્યા છે.

Niraj Patel