આ વ્યક્તિની ઝાડ કાપવાની સ્ટાઇલ જોઈને તો લોકોના હોશ ઉડી ગયા, બોલ્યા… “આને કહેવાય બુદ્ધિનો સાચો ઉપયોગ !”

ઝાડ કાપવાનો આવો ટેલેન્ટ જોઈને તો તમે પણ ખુશ થઇ જશો, રસ્તાની બાજુમાં જ ઉભેલા ઝાડને એવી રીતે કાપ્યું કે લોકો થઇ ગયા ટેલેન્ટના દીવાના, જુઓ વીડિયો

Man Cutting Tree With This Trick : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આઝકાલ એવો જ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ઝાડ કાપી રહ્યો છે અને આ દરમિયાન તેની તકનીક જોઈને લોકો દંગ રહી ગયા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઝાડ કાપવાનો વીડિયો વાયરલ :

વૃક્ષો કાપવા એ ખોટું છે પરંતુ ક્યારેક અમુક કારણોસર વૃક્ષો કાપવાની જરૂર ઉભી થાય છે. ખાસ કરીને જો રસ્તાની બાજુમાં ઊંચા તાડ કે ખજૂરના વૃક્ષો હોય જે રોડ પર પડીને અકસ્માત સર્જાવાની શક્યતા હોય. આવી સ્થિતિમાં વૃક્ષો કાપતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત, ઝાડ કાપતા પહેલા, તેની નજીકના કોઈને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી પડે છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોશો કે રસ્તાની બાજુમાં એક ઝાડ કાપવામાં આવી રહ્યું છે.

કટરથી કાપ્યું ઝાડ :

માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ માટે આ રોડ જોખમોથી ભરેલો હોય તે સ્વાભાવિક છે, પરંતુ યુવાને થોડી યુક્તિ અપનાવીને ઝાડને એવી રીતે કાપી નાખ્યું છે કે ઝાડ રસ્તા પર પડવાની શક્યતાઓ ઓછી છે. આ વીડિયો X ના સોશિયલ મીડિયા હેન્ડલ @gunsnrosesgirl3 પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવક ઝાડ પર ચડી રહ્યો છે અને તેને ઈલેક્ટ્રિક વુડ કટરથી કાપી રહ્યો છે.

બતાવ્યો ટેલેન્ટ :

ઝાડને સીધું કાપવાને બદલે તે પહેલા અડધું ઝાડ કાપે છે અને બાકીનું અડધું છોડી દે છે. પછી તે ઝાડને સહેજ નીચેની તરફ કાપી નાખે છે અને તેનો અડધો ભાગ કાઢી નાખે છે. દેખીતી રીતે, ગાબડાને કારણે, વૃક્ષ રસ્તા તરફ નહીં પરંતુ વિરુદ્ધ દિશામાં પડશે. વીડિયો જોતી વખતે તમને એક ક્ષણ માટે એવું લાગશે કે યુવક ઝાડને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકો આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે – આખરે કોઈએ શાળામાં ભણેલા સાઈન અને કોસાઈનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કર્યો છે.

Niraj Patel