અહિલ્યાનું શરીર તો શ્રાપથી પથ્થર થયું, પરંતુ આ વ્યક્તિનું શરીર આ દુર્લભ બીમારીથી થઇ રહ્યું છે પથ્થર, તસવીરો જોઈને હેરાન રહી જશો

આપણે બધાએ અહિલ્યાની વાર્તા તો સાંભળી હશે જેમને ઋષિ ગૌતમે આપેલા શ્રાપના કારણે પથ્થર બની ગયા હતા. જેના બાદ ભગવાન શ્રી રામે તેમને એ શ્રાપમાંથી મુક્ત કર્યા હતા. આ વાત તો રામાયણ સમયની હતી, પરંતુ આજના સમયમાં આવું હોવું એ માત્ર તમને કાલ્પનિક લાગશે, પરંતુ આવી જ એક ઘટના સમયે આવી છે જેમાં એક વ્યક્તિનું શરીર પથ્થરમાં બદલાઈ રહ્યું છે.

આ મામલો સામે આવ્યો છે અમેરિકાના ન્યુયોર્કમાંથી. જ્યાં એક વ્યક્તિનું  શરીર ધીમે ધીમે પથ્થરમાં બદલાઈ રહ્યું છે, આ એટલા માટે થઇ રહ્યું છે કારણ કે તેની માંસપેશીઓ હાડકામાં બદલાઈ રહી છે. આ વાતથી તે વ્યક્તિ ખુબ જ પરેશાન છે કારણ કે તેનું હલન-ચલણ પણ બિલકુલ બંધ થઇ ગયું છે.

ડેલી સ્તરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિનું નામ જો સૂચ છે. જોની ઉંમર માત્ર 29 વર્ષ છે. જોને સ્ટોન મેન સિન્ડ્રોમની બીમારી છે. આખી દુનિયાની અંદર ફક્ત 700 લોકો આ બીમારીથી પ્રભાવિત છે અને જો તેમાંથી એક છે.

જોનું કહેવું છે કે તેને એમ લાગે છે કે તે મોન્સ્ટર બની રહ્યો છે. સ્ટોન મેન સિન્ડ્રોમને Fibrodysplasia Ossificans Progressiva પણ કહેવામાં આવે છે. આ બીમારીના કારણે જો વ્હીલચેર ઉપર આવી ગયો છે. જમવાથી લઈને ટોયલેટ જવા સુધી તેને કોઈને કોઈની મદદની જરૂર પડે છે.

જોએ કહ્યું કે, “મારા હાડકા સતત વધી રહ્યા છે અને મારા શરીરને લોક કરી રહી છે. મારી સર્જરી પણ નથી થઇ શકતી કારણ કે હાડકા સતત વધી રહ્યા છે. જયારે મારી માંશપેશીઓ હાડકામાં બદલાય છે ત્યારે મને એમ લાગે છે કે મારા શરીરમાં ચાકુ ઘુસી રહ્યું છે.

જોએ એમ પણ કહ્યું કે મારી બીમારી એવી છે જે સામેથી નથી દેખાતી પરંતુ ખુબ જ ગંભીર છે. આ બીમારીના કારણે હું વ્હીલચેર ઉપર બેસવા માટે  મજબુર બની ગયો છું. જો હાલમાં અમેરિકાના ન્યુયોર્કમાં રહે છે.

ડેઇલી સ્ટારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સૂચની હાલત આવનારા દિવસોમાં બધારે ખરાબ થઇ જશે અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં તે હલી પણ નહિ શકે. જો તેના વધારાના હાડકા ઓપરેશન કરીને હટાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની હાલત વધારે ખરાબ થઇ જશે. તેના બાદ હાડકા વધારે મજબૂત બની જશે.

 

View this post on Instagram

 

A post shared by Man Turning into Stone (@joesoochh)

Niraj Patel