ઓ બાપ રે ! એક સાથે 6 પત્નીઓ જોડે સૂવા માગતા આ પતિએ બનાવ્યો એટલા લાખનો બેડ કે જાણી આંખે અંધારા આવી જશે

6 સુંદર બૈરીઓ સાથે સુવા માટે આ ભાઈએ 80 લાખ ખર્ચીને બનાવ્યો અનોખો પલંગ, કેવો નસીબદાર છે આખી રાત જલસા કરતો હશે, જુઓ PHOTOS

જો કોઈ સામાન્ય માણસને લગ્નનો અનુભવ પૂછવામાં આવે તો તે મોટાભાગે લગ્ન ન કરવાની સલાહ આપે છે. લોકો તો એક લગ્નથી એટલા કંટાળી જાય છે કે બીજા લગ્ન કરવાની કોઈની હિંમત નથી થતી. પણ બ્રાઝિલમાં રહેતા આર્થરની હિંમત પ્રશંસાને પાત્ર છે. આર્થરે એક-બે નહીં પણ નવ મહિલાઓ સાથે એક સાથે લગ્ન કર્યા હતા અને સનસનાટી મચાવી દીધી હતી.(તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ/Arthur O Urso)

આ તમામ લગ્ન એક જ મંડપમાં થયા હતા. આર્થરના લગ્ન ગેરકાયદેસર હતા પણ આ પછી પણ તેના લગ્ન એ ઘણી ચર્ચા જગાવી હતી. આર્થર નવ પત્નીઓને સંભાળી શક્યો ન હતો અને તેની ચાર પત્નીઓએ તેને છૂટાછેડા આપી દીધા. તાજેતરમાં, આર્થરે 51 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા અને હવે તેની 6 પત્નીઓ છે. આર્થર તેની દરેક પત્નીને સમાન પ્રેમ આપવા માંગે છે.

કોઈની સાથે અન્યાય ન થાય તે માટે તેણે એક મોટો બેડ બનાવ્યો અને આને લગતી તસવીરો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. તે તેની બધી પત્નીઓ સાથે આ બેડ પર સૂશે. તેને ડર હતો કે તેની એક પણ પત્નીને એવું ન લાગે કે તે તેના કરતા વધારે બીજાને પ્રેમ કરે છે. તેથી જ તેણે આ બેડ બનાવ્યો કારણ કે તે તેની બધી એટલે કે 6 પત્નીઓ સાથે સૂઇ શકે.

આ બેડ વીસ બાય સાત ફૂટનો છે. તેને બનાવવામાં લગભગ 82 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ બેડ એટલો મોટો છે કે તેને બેડરૂમમાં એસેમ્બલ કરવામાં આર્થરને 15 મહિનાનો સમય લાગ્યો હતો અને બનાવવામાં બાર લોકોની મહેનત લાગી. બેડમાં 950 જેટલા તો સ્ક્રૂ જ લગાવવામાં આવ્યા છે, કારણ કે બેડ ન તૂટે. બેડની મજબૂતાઈ માટે ખાસ કાળજી લેવામાં આવી છે.

આર્થરે જણાવ્યું કે ઘણી વખત તેને પોતાની પત્નીઓ સાથે સોફા પર સૂવું પડતુ પણ હવે આ બેડ બન્યા બાદ બધા એક જ સાથે બેડ પર સૂશે. ઈન્સ્ટાગ્રામ પર 208K ફોલોઅર્સ ધરાવતો આર્થર પોતાની દરેક પત્નીઓને ખાસ માને છે. તેણે કહ્યું કે તે દરેક પત્નીને ખાસ અનુભવ કરાવવા માંગે છે. આ માટે તે કંઈ પણ કરવા તૈયાર છે.

જણાવી દઈએ કે આર્થર અને તેની પહેલી પત્ની લિયાનાએ 2021માં એકથી વધુ લગ્ન કરવાનો વિચાર વિચાર્યો હતો. આ પછી તેણે ચર્ચમાં નવ મહિલાઓ સાથે લગ્ન કર્યા. તેની તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી. પણ ધીમે ધીમે તેની પત્નીઓને ઈર્ષ્યા થવા લાગી અને તે બાદ તેની ચાર પત્નીઓ તેને છૂટાછેડા આપી દીધી. હવે આર્થરની 6 પત્નીઓ છે.

 

View this post on Instagram

 

A post shared by Arthur O Urso (@arthurourso)

Shah Jina