શો રૂમમાંથી 2.5 કરોડની લક્ઝુરિયસ ફરારી કાર લઈને રસ્તા ઉપર નીકળ્યો આ વ્યક્તિ અને થયો એવો ભયાનક અકસ્માત કે, જુઓ તસ્વીરોમાં કારની હાલત

ઘણા લોકો મોંઘી કાર ખરીદવાનું પસંદ કરે છે. જો કે, દરેક વ્યક્તિ કિંમતી કાર ખરીદવાનો શોખ પૂરો કરી શકતી નથી. મોટી કંપનીઓની સ્પોર્ટ્સ કાર એટલી મોંઘી છે કે તેને ખરીદવી માત્ર અમીરોની વાત છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કિંમતી વાહનો ખરીદે છે, ત્યારે તેને સાચવવાની  જવાબદારી પણ ઘણી વધી જાય છે.

ત્યારે હાલમાં ઇંગ્લેન્ડના એક વ્યક્તિએ કરોડોની કિંમતની કાર ખરીદી. પરંતુ તેની સાથે એક અકસ્માત થયો જેમાં તે સલામત છે પરંતુ કાર ખરાબ હાલતમાં આવી. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિની ખૂબ ચર્ચા થઇ રહી છે. તેનો અકસ્માત થયો હતો, પરંતુ લોકોને તેમની ચિંતા કરતાં તેમની કારની હાલત ખરાબ થવાની ચિંતા વધુ છે.

હવે તમે કહેશો કે કારમાં એવું શું ખાસ છે કે લોકો કારની ચિંતા કરે છે, વ્યક્તિની નહીં. હકીકતમાં વ્યક્તિએ 2.5 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ ફરારી કાર ખરીદી હતી અને ખરીદ્યાની થોડી જ ક્ષણોમાં તેનો અકસ્માત થયો હતો  ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ડર્બીશાયર પોલીસ દ્વારા 1 એપ્રિલના રોજ તેમના ટ્વિટર પર શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પોસ્ટ એટલી ચોંકાવનારી છે કે પહેલા તો લોકો તેને સાચું માનતા નહોતા.

પરંતુ આગામી ટ્વીટમાં તેમણે સ્પષ્ટતા કરવી પડી કે તે એપ્રિલ ફૂલ નથી બનાવી રહ્યા. એક વ્યક્તિએ એકદમ નવી નક્કોર ફેરારી 488 કાર ખરીદી જેની કિંમત 2.5 કરોડ છે. જ્યારે તેણે તેની કારને ટક્કર મારી ત્યારે તે શોરૂમથી માત્ર 3 કિલોમીટર દૂર પહોંચ્યો હોવો જોઈએ. આ ઘટનાની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

પોલીસે જે ફોટો શેર કર્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે વાહનને ઘણું નુકસાન થયું છે. હવે તેને બનાવવા માટે વ્યક્તિએ ભારે કિંમત પણ ચૂકવવી પડશે. જોકે આ અકસ્માતમાં તે સુરક્ષિત છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે આ જોઈને તેનું દિલ તૂટી ગયું. એકે સવાલ ઉઠાવ્યો કે તે વ્યક્તિ શું કરી રહી હતી, તેને વાહન ચલાવવાનું લાયસન્સ કોણે આપ્યું?

Niraj Patel