મનોરંજન

અનુપમા : કાવ્યાની સોતન બનીને વનરાજના ઘરે આવશે માલવિકા, અનુજ-અનુપમાને આપશે જોરદાર ઝાટકો

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી શો અનુપમામાં હવે બધા એપિસોડમાં એવો મોડ આવી રહ્યો છે, જોનારને પણ નવો મસાલો મળતો રહે છે. મેકર્સે માલવિકા નામના તોફાનને આ કહાનીમાં એન્ટ્રી આપી છે, જેણે અનુજ-અનુપમાની લવ સ્ટોરીમાં સ્પીડ બ્રેકર બનવા સાથે સાથે શાહ હાઉસમાં હલચલ પણ મચાવી દીધી છે.આવનારા એપિસોડ્સમાં આપણે જોઈશું કે માલવિકા હવે આખી વાર્તાને કેવી રીતે કેપ્ચર કરવા માટે તૈયાર છે. છેલ્લા એપિસોડમાં જોયું કે અનુજ અનુપમાના ઘરે તેને મનાવવા જાય છે. તેણે અનુપમાની સામે તેના જીવનનું સૌથી મોટું રહસ્ય જાહેર કર્યું. તે અનુપમાના ખોળામાં સૂઇ બાળકની જેમ રડે છે. પણ એટલામાં જ માલવિકા અને ગોપી કાકા આવી પહોંચે છે.

હવે આપણે આગળ જોઈશું કે અનુજ અને અનુપમાની વાત દરમિયાન આવેલી માલવિકા બંને વચ્ચેનો પ્રેમ અનુભવશે. તે અનુપમાને સીધો જ સવાલ પૂછશે કે શું તે અનુજને પ્રેમ કરે છે ? અનુપમા તેની આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ જશે અને ચૂપ રહેશે. આ પછી માલવિકા અનુપમાને ચીડવશે અને કહેશે કે તે મજાક કરી રહી છે. માલવિકા અનુપમાને અનુજના ઘરે જવાનું કહેશે. તે કહેશે કે બહેન મિત્રનું સ્થાન લઈ શકતી નથી. અનુપમા પણ અનુજના ઘરે જવા માટે સંમત થઇ જશે અને કહેશે કે બહેનની જગ્યા મિત્ર પણ ક્યારેય ન લઈ શકે.

બીજી બાજુ શાહ હાઉસમાં બાપુજી ફરી એકવાર અનુપમા અને અનુજને લઈને ચિંતિત છે. તે વિચારશે કે અનુપમાએ અનુજ તરફ જે એક પગલું ભર્યું છે તે અનુપમા પાછું ન લઇ લે. બીજી તરફ કાવ્યા હવે વનરાજને લઇને ચિંતિત છે. વનરાજને ખોવાના ડરથી તે બરાબર રીતે ઊંઘી પણ શકતી નથી. માલવિકા ભલે પોતાની જાતને શાનદાર અને રમુજી બતાવવાનો પ્રયત્ન કરે પરંતુ તે અનુજ અને અનુપમા વચ્ચે ક્યાંક તો આવી જ જાય છે. તે અનુપમાને રસોડામાંથી બહાર કાઢે છે અને કહે છે કે તે તેના ભાઇ માટે રસોઇ બનાવશે. અનુપમા પણ અનુજ માટે તેના હૃદયમાં પ્રેમ અનુભવી રહી છે, તેથી તેને માલવિકા જયારે રસોડામાંથી બહાર જવાનું કહી રહી છે ત્યારે તેને ખરાબ લાગે છે.

હવે આવનારા એપિસોડમાં આપણે જોઇશું કે અનુજ અને માલવિકા વચ્ચે કોઈ વાતને લઈને ઘણી જ જોરદાર ચર્ચા થાય છે અને ત્યારે જ માલવિકા ગુસ્સામાં ઘર છોડીને ભાગી જાય છે. અનુજ અને અનુપમા તેને ઘણી શોધે છે. પરંતુ માલવિકા હવે વનરાજના ઘરે એટલે કે શાહ હાઉસ રહેવા પહોંચશે. હવે જોવાનું એ રહેશે કે શાહ હાઉસમાં માલવિકાની એન્ટ્રીથી કાવ્યાની હાલત કેવી થશે.

 

View this post on Instagram

 

A post shared by kaira lover (@anumpaaxyrkkh)