જિમ જતી મલાઈકાને તેના ડૉગીએ રોકી લીધી, લાઇમ લાઇટમાં છવાઈ ગઈ કોકો, જુઓ તસવીરો

મલાઈકા અરોરા તેના જિમ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે ઘણીવાર પોતાના ડોગી સાથે પણ સ્પોટ થતી જોવા મળે છે.

હાલમાં જ જયારે મલાઈકા પોતાના ઘરેથી નીકળીને જિમ જઈ રહી હતી ત્યારે જ તેના ડોગી કોકોએ તેને રોકી લીધી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

મલાઈકાનું ડોગી કોકો તેની પાછળ નાના બાળકની જેમ પડી ગયું હતું. મલાઈકાને સ્પોટ કરવા માટે ફોટોગ્રાફર હંમેશા તૈયાર જ રહેતા હોય છે ત્યારે કોકો સાથેની પણ ઘણી તસવીરો ફોટોગ્રાફરે ક્લિક કરી લીધી હતી.

કોકોની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ છવાઈ ગઈ હતી અને તે લાઇમ લાઇટમાં આવી ગઈ હતી.

કોકોએ મલાઈકાને રોકી લીધી જેના કારણે મલાઈકાએ પણ ઉભા રહેવું પડ્યું અને કોકોને લાડ લડાવ્યા ત્યારબાદ તે માની અને મલાઈકા જિમ જઈ શકી હતી.

મલાઈકાએ થોડા સમય પહેલા જ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે કોકો સાથે જોવા મળી હતી. મલાઈકા કોકો સાથે રૂમની અંદર રમી રહેલી તે વીડિયોમાં જોવા મળી હતી.

મલાઈકાએ વીડિયો શેર કરવાની સાથે એમ પણ જણાવ્યું હતું કે તેનું બીજું ડોગી કેસ્પર હવે કોકોથી ખુબ જ ડરે છે.

હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક બીજો પણ વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે કોકો મલાઈકાને રોકવા માટે તેની પાછળ પડ્યો હતો અને તેને અંદરની તરફ ખેંચી રહ્યો હતો.

કોકોને સમજાવી અને તેને થોડા લાડ લડાવ્યા બાદ તે જિમ જવા માટે રવાના થઇ હતી. મલાઈકાને ઘણીવાર પોતાના ડોગી સાથે વૉક કરવા દરમિયાન પણ સ્પોટ કરવામાં આવે છે.

ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે મલાઈકા જિમ અને યોગા કલાસમાં જોવા નહીં મળી હોય. પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તે જિમ અને યોગા કરવાનું નથી ભૂલતી અને એટલા જ તો તેને ફિટનેસ ક્વિન કહેવામાં આવે છે.

મલાઈકા જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તે કેમેરામાં કેદ થાય છે. ફોટોગ્રાફર પણ તેના એક એક અંદાજને કેમેરામાં કેદ કરવા માટે તેના ઘર અને જિમ તેમજ યોગા ક્લાસની બહાર હાજર જ રહેતા હોય છે.

Niraj Patel