પુલ પરથી નીચે ધડામ દઇને પડી બસ, ભીષણ અકસ્માતમાં 31 લોકોના મોત-10 ઘાયલ

મંગળવારે આફ્રિકન દેશ માલીમાં થયેલી બસ દુર્ઘટનામાં 31 લોકોના મોતની પુષ્ટિ થઇ છે જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના કેનીબામાં બની હતી જ્યારે એક બસ નદી પર બનેલ પુલ પરથી નીચે પડી હતી. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી. બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.

પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. વધતા માર્ગ અકસ્માતોનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણાવવામાં આવી રહ્યા છે. વિશ્વભરમાં રોડ અકસ્માતમાં લગભગ એક ચતુર્થાંશ મોત આફ્રિકામાં થાય છે. આ ઘટના અંગે પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે (27 ફેબ્રુઆરી) માલીમાં 31 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા.

દેશના દક્ષિણ-પૂર્વમાં બુર્કિના ફાસો તરફ જઈ રહેલી બસ એક પુલ પરથી પડી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જણાવી દઈએ કે 46 દિવસ પહેલા પણ માલીમાં એક માર્ગ અકસ્માત થયો હતો અને બસ-ટ્રક વચ્ચેની અથડામણમાં 15 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ પણ થયા હતા.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ આફ્રિકામાં હાલમાં જ રોડ અકસ્માતમાં ખુબ વધારો થયો છે. વધતા માર્ગ અકસ્માતોનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણાવવામાં આવી રહ્યા છે. આખી દુનિયામાં જોઈએ તો રોડ ટ્રાફિકથી થતા ડેથમાં લગભગ ચોથા ભાગ આફ્રિકામાં થાય છે. તમને જણાવી દઈએ કે 46 દિવસ પહેલા પણ માલીમાં એક રોડ અકસ્માત થયો હતો.

આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. બુર્કિના ફાસો બાજુ જતી બસ દેશના દક્ષિણ-પૂર્વમાં સ્થિત પુલ પરથી નીચે પડી ગઈ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બાગો નદી પર બનેલા આ પુલ પર અકસ્માત સાંજે 5 વાગ્યે થયો હતો. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવવો હોવાનું માનવામાં આવે છે.

Shah Jina