મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓ સાથે થયેલા યૌન શોષણના ખુલાસાએ ભારે ચર્ચા જગાવી છે. અભિનેત્રી રેવતી સંપતે એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટના મહાસચિવ સિદ્દીકી પર યૌન શોષણનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન, અભિનેત્રી મીનૂ મુનીરે પણ પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી છે.
મીનૂ મુનીરે દાવો કર્યો છે કે વર્ષ 2013માં એક ફિલ્મ પ્રોજેક્ટના સેટ પર મુકેશ, મનિયાનિપિલા રાજુ, ઇદાવેલા બાબુ અને જયસૂર્યાએ તેમની સાથે શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર કર્યો હતો. આ મામલામાં કેટલાક પ્રોડક્શન કંટ્રોલર્સના નામ પણ સામે આવ્યા છે. મીનૂ મુનીરે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું, “2013માં, એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આ લોકોએ (મુકેશ, મનિયાનિપિલા રાજુ, ઇદાવેલા બાબુ અને જયસૂર્યા) મારી સાથે શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર કર્યો હતો. મેં તેમની સાથે સહકાર આપીને કામ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ શોષણ અસહ્ય બની ગયું.”
મીનૂ મુનીરે પોસ્ટમાં આગળ લખ્યું, “હું હવે એ આઘાત અને પીડા માટે ન્યાય અને જવાબદારીની માંગ કરી રહી છું જે મેં સહન કરી છે. હું તેમના ઘૃણાસ્પદ કૃત્યો સામે કાર્યવાહી કરવામાં તમારી સહાયતાની વિનંતી કરું છું.”મીનૂએ વધુમાં જણાવ્યું કે આ ઘટનાને કારણે તેમણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ છોડીને ચેન્નઈ શિફ્ટ થવું પડ્યું. તેમણે આગળ કહ્યું, “મેં આ શોષણ વિરુદ્ધ કેરળ કૌમુદીના એક લેખમાં મારી વાત મૂકી હતી, જેનું શીર્ષક હતું ‘એડજસ્ટમેન્ટ’.”
ન્યાયમૂર્તિ હેમા સમિતિના અહેવાલમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપક યૌન શોષણની વાત સામે આવી છે. આ અહેવાલમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગની વાસ્તવિકતા અને કામકાજની પરિસ્થિતિ વિશે ખુલાસો કરવામાં આવ્યો હતો.મીનૂ મુનીરે એક અંગ્રેજી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની આપવીતી સંભળાવી. તેમણે કહ્યું, “ફિલ્મની શૂટિંગ દરમિયાન હું ટોયલેટ ગઈ હતી અને જ્યારે હું બહાર આવી, ત્યારે જયસૂર્યાએ મને પાછળથી ભેટી લીધી અને મારી સંમતિ વિના મને ચુંબન કર્યું. હું ચોંકી ગઈ અને ભાગી ગઈ.” તેમણે વધુમાં જણાવ્યું કે અભિનેતાએ તેમને વધુ કામ આપવાની ઓફર કરી હતી, જો તેઓ તેમની સાથે રહેવા તૈયાર થાય તો.
રેવતી સંપતે તાજેતરમાં સિદ્દીકી પર આરોપ મૂકતા કહ્યું, “આ ઘટના ત્યારે બની હતી જ્યારે હું માત્ર 21 વર્ષની હતી. શરૂઆતમાં સિદ્દીકીએ મારો સંપર્ક ફેસબુક પર કર્યો હતો. તેમણે મને ‘મોલ’ કહીને સંબોધી હતી. આ શબ્દ કેરળમાં એક યુવાન છોકરી અથવા પુત્રી માટે વપરાય છે. પરંતુ ત્યારે મને ખબર નહોતી કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. તેમણે મારું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે.” મીનુ મુનીરે કહ્યું કે મેનને 2007માં તેના રૂમમાં જબરદસ્તીથી ગ્રુપ X બતાવ્યું હતું. ત્યાં બીજા કેટલાક લોકો બેઠા હતા જે આ બધું જોઈ રહ્યા હતા. ત્યાં ત્રણ છોકરીઓ હતી અને તે પોતે પણ તેમાં સામેલ હતો. હું તે રૂમમાંથી બહાર આવી. તેણે મને ત્યાં બેસીને આ બધું જોવાનું કહ્યું.
ન્યાયમૂર્તિ હેમા સમિતિના અહેવાલમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપક યૌન શોષણની વાત સામે આવી છે. અહેવાલમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગની વાસ્તવિકતા અને કામકાજની પરિસ્થિતિ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસાઓ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓની સુરક્ષા અને સમાનતાના મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે.
#WATCH | Kochi, Kerala | Malayalam actor Minu Muneer accuses co- stars of sexual harassment, she says, “..Once as I was coming out from the toilet, Jayasurya hugged me from behind and even kissed me forcefully…After that, Idavela Babu expressed his interest in a sexual… pic.twitter.com/jE9N57hdwX
— ANI (@ANI) August 26, 2024