અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફેશન અને સ્ટાઈલિશ અદાઓ માટે જાણિતી છે. મલાઈકાને લગ્ઝુરીયસ એવી મોંઘી મોંઘી વસ્તુઓનો પણ ખુબ જ શોખ છે જેને ખરીદવા માટે સામાન્ય માણસને સો વાર વિચારે કરવો પડે. હાલના સમયમાં મલાઈકા-અર્જુન ચર્ચામાં બનેલા છે. અર્જુન મલાઈકા હાલમાં લવ ઓફ સિટી એટલે કે પેરિસમાં રજાના દિવસો વિતાવી રહ્યા છે. મલાઈકા અર્જુન સાથે અહીં અર્જુનના જન્મદિવસની ખાસ રીતે ઉજવણી કરવા માટે પહોંચી હતી.
26 જૂનના રોજ જન્મેલો અર્જુન 37 વર્ષનો થઇ ચુક્યો છે. જન્મદિવસની ઉજવણી માટે રોમેન્ટિક કપલ અમુક દિવસો પહેલા પેરિસ જવા માટે રવાના થયું હતું અને બંને એરોપોર્ટ પર સ્પોટ થયા હતા. આ સમયે બંનેનો લુક લોકોને ખુબ જ ઈમ્પ્રેસ કરનારો હતો.આ સમયે મલાઈકાએ ફ્રેન્ચ લગ્ઝરી હાઉસ Christian Diorનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેના પર ઓવરઓલ લેબલના હોલમાર્ક મોટિફ્સ બનેલા હતા.
પોલિએસ્ટરથી તૈયાર થયેલા આ ડ્રેસની કિંમત $3,400 છે, એટલે કે ભારત કરન્સીના હિસાબે તેની કિંમત 2,66,097 રૂપિયા સમાન છે. આ લુક સાથે મલાઈકાએ હિલ્સ વાળા બ્લેક બુટ પણ પહેર્યા હતા, જે લેદર અને નાયલોનથી બનેલા હતા.સૌથી વધારે લોકોનું ધ્યાન તેના બુટ પર લાગેલા ખિસ્સા પર ગયું હતું.બુટમાં નાનું એવું પોકેટ બનેલું હતું જે યુનિક લુક આપી રહ્યું હતું.
મલાઈકાએ આ બુટ સ્ટાઈલિશ એન્ડ કુલ બૂટ્સ ઇટાલિયન લગ્ઝરી ફેશન હાઉસ Prada થી ખરીદ્યા હતા જેનો લોગો પણ બુટ પર જોઈ શકાય છે. આ બુટની કિંમત 1,29,135 રૂપિયા જણાવવામાં આવી રહી છે. મલાઈકાનો આ સ્ટાઈલિશ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો અને તેની ખુબ પ્રશંસા કરી હતી, હંમેશાની જેમ આ વખતે પણ મલાઈકા એકદમ સ્ટાઈલિશ અને લાજવાબ દેખાઈ આવી હતી.
જ્યારે અર્જુન કપૂરે આ સમયે બ્લેક લેદર જેકેટની સાથે ટીશર્ટ અને ડેનિમ પહેરી રાખ્યું હતું. પેરિસ પહોંચતા જ બંનેએ રજનો ખુબ જ આનંદ માણ્યો હતો અને પોતાની રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. અમુક તસ્વીરોમાં તેઓ પેરિસની ઝલક દેખાડતા તો અમુકમાં તેઓ ફૂડની મજા લેતા દેખાયા હતા.