મલાઇકા અરોરાએ દીકરા અરહાન સાથે પોડકાસ્ટમાં કરી દીધી એવી વાત કે સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા લોકો- જુઓ વીડિયો

‘તમે લગ્ન ક્યારે કરી રહ્યા છો ?’, મલાઇકા અરોરાને દીકરા અરહાને પૂછ્યો સવાલ, એક્ટ્રેસ બોલી- તે તારી વર્જિનિટી ક્યારે ખોઇ…જુઓ વીડિયો

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ખાન આ દિવસોમાં તેના પોડકાસ્ટ શો ‘ડમ્બ બિરયાની’ને લઇને ચર્ચામાં છે. આ શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં સોહેલ ખાન અને અરબાઝ ખાન શોનો હિસ્સો બન્યા હતા. ત્યારે હવે અરહાન ખાનની હોટ મમ્મી એટલે કે મલાઈકા અરોરા નેકસ્ટ એપિસોડમાં જોવા મળશે, જેનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઇ એ સ્પષ્ટ છે કે શોના બીજા એપિસોડમાં ખૂબ જ બોલ્ડ અને મસાલેદાર વાતચીત થવાની છે.

આ એપિસોડમાં મલાઈકા તેના પુત્રને ખૂબ જ પર્સનલ સવાલ પૂછતી જોવા મળે છે, જો અરહાન પણ તેની માતાને લગ્ન વિશે પ્રશ્નો પૂછતો જોવા મળે છે. જણાવી દઇએ કે, ડમ્બ બિરયાનીનો નેકસ્ટ એપિસોડનો પ્રોમો ‘ડમ્બ બિરયાની’ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાનને પૂછે છે કે તેણે તેની વર્જિનિટી ક્યારે ખોઇ હતી ?

માતાનો આ સવાલ સાંભળીને અરહાન થોડીવાર માટે તો ચૂપ રહે છે. એટલે કે આ સવાલ પર અરહાનની બોલતી બંધ થઇ જાય છે. જો કે આ પછી અરહાન તેની માતાને કહે છે, ‘શું તમે લોકપ્રિયતા માટે સોશિયલ મીડિયાનો સહારો લો છો ? જ્યારે મલાઈકા ના પાડે છે, તો અરહાને સવાલ પૂછ્યો, જેનો જવાબ કદાચ મલાઈકાના દરેક ફેન્સ જાણવા માંગે છે. અરહાને મલાઈકાને પૂછ્યું કે તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો ? હવે આ સવાલનો જવાબ તો શોનો એપિસોડ ટેલિકાસ્ટ થયા પછી જ ખબર પડશે.

લાખો ચાહકો મલાઈકાના જવાબની રાહ જોઈ રહ્યા છે. જો કે મલાઇકાના વર્જિનિટી વાળા સવાલ પર સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. મા-દીકરાની આવી વાતચીત બાદ કેટલાંક નેટિઝન્સ તેમને ટ્રોલ કરી રહ્યાં છે. એકે લખ્યું, ‘વાહ, સંસ્કારોનું અદ્ભુત પ્રદર્શન.’ તો બીજાએ લખ્યું, ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન.’ ઉલ્લેખનીય છે કે છેલ્લા એપિસોડમાં અરબાઝ ખાન અને સોહેલ ખાન જોવા મળ્યા હતા, ત્યારે સલમાન ખાન સાથેને તેમના સંબંધને લઇને પૂછવામાં આવ્યું હતું.

જેમાં અરબાઝે ઘણું બધું કહ્યું હતું. અરબાઝે કહ્યું હતું કે ભલે તે અને સલમાન દરરોજ વાત કરતા નથી, પરંતુ જ્યારે પણ તેને જરૂર હોય ત્યારે સલમાન ખાન હંમેશા તેની સાથે હોય છે. જણાવી દઈએ કે મલાઈકા અને અરબાઝ ખાને વર્ષ 1997માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં બંને અલગ થઈ ગયા હતા. મલાઈકા અરોરા છેલ્લા ઘણા વર્ષોથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અરોરાના એક્સ હસબન્ડ અરબાઝ ખાને તાજેતરમાં જ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by dumb biryani (@dumbbbiryani)

Shah Jina