રિવીલિંગ ટોપ અને લૂઝ પેન્ટ, જબરદસ્ત છે મલાઇકા અરોરાનો બવાલ લુક, તસવીરો જોઇ લોકો બોલ્યા- ઉંમરનો તો લિહાઝ કર

ઉપરથી નીચે સુધી બવાલ બનીને નીકળી મલાઇકા અરોરા, બધી બાજુ થઇ રહી છે ક્રોપ ટોપની ચર્ચા

Malaika Arora wear exposing white crop top : અર્જુન કપૂર સાથે બ્રેકઅપની ખબરો વચ્ચે મલાઈકા અરોરા મુંબઈના બાંદ્રામાં એક સલૂનની ​​બહાર જોવા મળી હતી. આ દરમિયાન, અભિનેત્રી ગ્રે કલરના લૂઝ કોટન ટ્રાઉઝર અને વ્હાઇટ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીને જેણે પણ જોઇ તે તેના લુકના દિવાના બની ગયા. ફેશનિસ્ટા મલાઈકા અરોરાનો લેટેસ્ટ લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.

મલાઇકા અરોરાનો બવાલ લુક
તસવીરોમાં મલાઈકા સલૂનમાંથી બહાર નીકળીને કારમાં જતી જોવા મળી રહી છે. તેના લુકની વાત કરીએ તો મલાઈકાએ એવું રિવિલિંગ વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યુ હતુ કે તેના લૂકની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અભિનેત્રીનું આ ક્રોપ ટોપ ફ્રન્ટ સાઇડથી ખૂબ જ રિવિલિંગ હતુ અને તેના ક્લીવેજ પણ દેખાઇ રહ્યા હતા. મલાઈકાએ આ ક્રોપ ટોપ સાથે ગ્રે લૂઝ પેન્ટ પણ પહેર્યું હતું જે તેના લુકમાં વધારો કરી રહ્યું છે.

રીવિલિંગ ક્રોપ સાથે પહેર્યુ લૂઝ ગ્રે પેન્ટ
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ ગોગલ્સ પહેર્યા હતા અને હાથમાં બ્લેક પર્સ કેરી કર્યુ હતુ. મલાઈકા સલૂનમાંથી બહાર આવતાની સાથે જ પેપરાજીઓએ એક પછી એક તેના ફોટા ક્લિક કરવાનું શરૂ કરી દીધું. કેમેરો જોઈને અભિનેત્રીએ પણ ઉગ્ર પોઝ આપ્યા અને પછી કારમાં બેસી ગઈ. કારમાં મલાઈકાનો પેટ ડોગ પણ જોવા મળ્યો હતો, જેની સાથે તે ઘણીવાર મોર્નિંગ વોક કરતી જોવા મળે છે.

સલૂનની બહાર આવતા જ પેપરાજીઓએ ક્લિક કરી તસવીરો
થોડા દિવસો પહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું હતું. પરંતુ તે પછી બંને સ્ટાર્સ મોડી રાત્રે ડિનર પર સ્પોટ થયા. જણાવી દઇએ કે, મલાઈકા અરોરાએ 49 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને સંપૂર્ણ રીતે ફિટ અને મેન્ટેન રાખી છે. મલાઈકા આ ઉંમરે પણ ઘણી યંગ એક્ટ્રેસને માત આપે છે.

યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
જો કે, તાજેતરમાં સામે આવેલી મલાઈકા અરોરાની તસવીરો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી હતી. જ્યારે અન્ય એક યુઝરે મલાઈકાને તેના આઉટફિટને લઈને જોરદાર ટ્રોલ કરી હતી.એક યુઝરે લખ્યું હતું કે, “તમારે તમારી ઉંમર ધ્યાનમાં લેવી જોઈતી હતી.” તમને જણાવી દઈએ કે અભિનેત્રી મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. મલાઈકાને ઈન્સ્ટા પર 18.3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina