પેન્ટ પહેર્યા વગર ફક્ત શર્ટ એકલું જ પહેરીને ખુબ જ બોલ્ડ અંદાજમાં કેમેરા સામે સ્પોટ થઇ મલાઈકા અરોરા

આ શું, પેન્ટ પહેર્યા વગર ઉપડી મલાઈકા આંટી? તસવીરો જોઈને ચાહકો પણ થઇ ગયા રાજી રાજી, જુઓ

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ભલે આજે ફિલ્મોમાં વધારે જોવા ના મળતી હોય, પરંતુ તે લાઇમલાઇટમાં હંમેશા રહે છે અને પેપરાજી પણ તેને સતત સ્પોટ કરવા માટે આતુર રહેતા હોય છે. તે જિમ કે યોગા ક્લાસમાં જાય કે પછી તેના ઘરની બહાર નીકળી પેપરાજી તેને તરત જ પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે અને મલાઈકા પણ તેમને પોઝ આપતી હોય છે, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

મલાઈકા તેના શાનદાર લુક અને આઉટફિટને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા એક એવી અભિનેત્રી છે જે તેના કેઝ્યુઅલમાં પણ આગ લાગવી દે છે. તે તેના આરામદાયક અને ઉબર-કૂલ કપડાં પહેરીને જાણે જાદુ કરતી હોય તેમ લાગે છે. ત્યારે હાલ પણ મલાઈકાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે અને આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ વખતે મલાઈકા અરોરાએ શર્ટ વગર પેન્ટે પહેર્યો છે. મલાઈકા અરોરા મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી જ્યાં તે માત્ર અને માત્ર શર્ટમાં જ જોવા મળી હતી. પેન્ટ વગર લૂઝ શર્ટ પહેરીને ઘરની બહાર નીકળેલી મલાઈકાની આ સ્ટાઈલ જેણે જોઈ તે દંગ રહી ગયા. આ લુકને પણ મલાઈકાએ શાનદાર અંદાજમાં કેરી કર્યો હતો.

મલાઈકા અરોરાએ બ્લેક બૂટ અને મોટા સાઈડ પર્સ સાથે સફેદ પ્રિન્ટેડ શર્ટ પહેર્યું હતું, મલાઈકા ડિનર ડેટ માટે તૈયાર દેખાતી હતી. જો કે આટલી મોડી સાંજ થયા બાદ આ હસીના ક્યાં જઈ રહી છે તે અત્યારે જાણી શકાયું નથી. આ પહેલીવાર નથી જ્યારે મલાઈકા આ કિલર લુકમાં જોવા મળી હોય. મલાઈકા ખાલી શર્ટને પણ કેવી રીતે સ્ટાઈલ કરવી તે જાણે છે. તે પહેલા પણ આ અનોખી ફેશન સ્ટાઈલમાં જોવા મળી છે અને દર વખતની જેમ તેની ખૂબસૂરત શૈલી તેના ચાહકોને પસંદ આવી છે.

મલાઈકાને ફેશન સાથે પ્રયોગ કરવાનું પસંદ છે અને અહીં તે કોઈ તક હાથથી જવા દેતી નથી. કોઈપણ મહેફિલમાં ભલે ગમે તેટલી સુંદરીઓ કેમ ના આવી હોય પરંતુ બધાની નજર મલાઈકા ઉપર જ અટકી જતી હોય છે. તમને જણાવી દઈએ કે હવે ચાહકો પણ મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ બંને ઘણા લાંબા સમયથી રિલેશનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel