ગ્રીન લહેંગામાં મલાઇકા અરોરાએ ઢીલું ઢીલું બ્લાઉઝ પહેર્યું, હોટ અવતારમાં ન દેખાવાનું સાફ સાફ દેખાઈ ગયું, છાનામાના જોઈ લેજો તસવીરો અને વીડિયો
બોલિવુડની છૈયા-છૈયા ગર્લ મલાઈકા અરોરાની ગ્લેમરસ સ્ટાઈલ અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. 50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા પોતાની ફેશન સેન્સ અને ફિટનેસથી બધાને પોતાના દિવાના બનાવે છે. જ્યારે પણ મલાઈકા તેની સુંદરતા બતાવે છે ત્યારે તેના વખાણ કરનારા લોકોની લાઈન લાગી જાય છે. લેક્મે ફેશન વીક 2024 x FDCI ના ચોથા દિવસે બોલિવૂડની ફિટનેસ ક્વીન કહેવાતી મલાઈકા અરોરાએ ધૂમ મચાવી દીધી હતી.
આ દરમિયાન, એક્ટ્રેસ ફ્લોરલ ગ્રીન લહેંગામાં જોવા મળી હતી. 50 વર્ષની અભિનેત્રી મલાઈકા અરોરાએ ફ્લોરલ લહેંગામાં પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું હતું. દર વખતની જેમ આ વર્ષે પણ તે લેક્મે ફેશન વીકમાં શોસ્ટોપર બની હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મલાઈકા હંમેશા તેના લુક માટે જાણીતી છે. તે રેમ્પ વોક પર પોતાની અદાઓથી આગ લગાવી દે છે.
લેક્મે ફેશન વીક દરમિયાનના તેના લુકની વાત કરીએ તો એક્ટ્રેસે ગ્રીન લહેંગા સાથે નેકલેસ કેરી કર્યુ હતુ અને વાળ ખુલ્લા રાખ્યા હતા. આ ઉપરાંત તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ પેપરાજીને જોરદાર પોઝ આપ્યા હતા. તેની સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. મલાઇકા અરોરાએ લેક્મે ફેશન વીકમાં હુસ્નની એવી વીજળી વરસાવી કે ચાહકો પણ કાયલ થઇ ગયા.
મલાઈકા અરોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હસીનાએ ક્યારેય ફિલ્મોમાં કામ કર્યું નથી. પરંતુ ફિલ્મોમાં તેના ખાસ ડાન્સ પરફોર્મન્સે ઘણી પ્રશંસા મેળવી છે. મલાઈકાના ચલ છૈયાં છૈયાં અને મુન્ની બદનામ હુઈ જેવાં ઘણાં સ્પેશિયલ પર્ફોર્મન્સ માટે જાણિતી છે. મલાઈકા અરોરાએ ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે.
મલાઇકા અવાર નવાર તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે ઘણા વર્ષોથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અને અર્જુનની લવ સ્ટોરી કોઈથી છુપી નથી. બંને ઘણી વખત એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ પણ કરવામાં છે અને તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પણ સ્પેન્ડ કરતા હોય છે.
View this post on Instagram
બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા પોતાની ફિટનેસ કે સુંદરતામાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતી.
View this post on Instagram