મલાઇકા અરોરાએ ઘરથી બહાર નીકાળ્યા કદમ, તસવીરો જોઇ ચાહકોના દિલ ધડકવા પર મજબૂર

સજી ધજીને મલાઈકા અરોરા નીકળી ઘરની બહાર, જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટ અભિનેત્રીઓમાંની એક છે. મલાઇકા તેની ફિટનેસ પ્રત્યે ખૂબ સજાગ રહે છે. તે અવાર નવાર જિમ, યોગા ક્લાસ અને ડાંસ ક્લાસ જતી સ્પોટ થાય છે. મલાઇકા હંમેશા તેના લુક્સ, સ્ટાઇલ અને તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Image source

મલાઇકા અરોરા આજે પણ લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. જયારે પણ તે બહાર નીકળે છે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેેલી રહે છે. મલાઇકાને ઘણીવાર મુંબઇના રસ્તા પર સ્પોટ કરવામાં આવે છે. કયારેક તે વોક માટે તો કયારેક તે તેના ડોગ સાથે વોક પર નીકળતી હોય છે.

Image source

મલાઇકાને હંમેશા પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે. મલાઇકા કયાંય પણ જાય પેપરાજીઓ તેની ઘણી બધી તસવીરો કેમેરામાં કેદ કરી લે છે.

Image source

મલાઇકા અરોરા હાલમાં જ સોમવારે તેના ઘરથી બહાર મુંબઇના રસ્તા પર સ્પોટ થઇ હતી અને આ દરમિયાનની તસવીરો પણ તેની ઘણી વાયરલ થઇ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં મલાઇકા ગજબ લાગી રહી છે.

Image source

મલાઇકાએ સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેર્યા છે. તેણે સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ છે અને તેના હાથમાં મોબાઇલ તેમજ કાનમાં ઇયરફોન જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by M Mohan (@mmoha_n)

તમને જણાવીએ કે મલાઇકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને હાલ તે તેના બેડરૂમ સીક્રેટ્સને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેમજ તે ડિસ્કવરી પ્લસ શો Star vs Foodને લઇને પણ ચર્ચામાં છે. આ શોમાં મલાઇકા ઉપરાંત કરીના કપૂર, અર્જુન કપૂર, કરણ જોહર અને પ્રતિક ગાંધી પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, મલાઇકાએ કેટલાક દિવસ પહેલા જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીર શેર કરી હતી, જેમાં તે વીંટી પહેરેલી જોવા મળી હતી અને તે બાદ ચાહકો એ ક્યાસ લગાવી રહ્યા છે કે તેણે સગાઇ કરી લીધી છે. જો કે, આવું કંઇ નથી અને મલાઇકાએ આ તસવીર એક બ્રાંડના પ્રમોશન માટે શેર કરી હતી.

Shah Jina