મલાઇકા અરોરાએ એક્સીડન્ટ બાદ શેર કરી પોતાની પહેલી સેલ્ફી, ફેન્સને ચડ્યું હતું ખુબ ટેંશન, જુઓ નવી તસવીરો

બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો. જ્યારે તે એક કાર્યક્રમમાં હાજરી આપીને પુણેથી ઘરે આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ પછી મલાઈકા 1 દિવસ હોસ્પિટલમાં રહી અને પછી તેને રજા આપવામાં આવી. ત્યારથી મલાઈકા ઘરે આરામ કરી રહી છે. પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ફરી એક્ટિવ થઈ ગઈ છે. મલાઈકાએ હાલમાં જ પોતાની સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીમાં જોવા મળી રહ્યુ છે કે તેણે બ્લેક ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. આ સાથે મલાઈકાએ કેપ પહેરી છે. ફોટો શેર કરતા મલાઈકાએ લખ્યું, હીલિંગ. આ ફોટો જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મલાઈકાએ નીચેથી ફોટો ક્લિક કર્યો છે જેથી તે ઉપરની ઈજા છુપાવી શકે.

જો કે, જ્યારે તમે ફોટો ઝૂમ કરો છો, ત્યારે આઈબ્રોની નજીક થોડી ઈજા જોવા મળે છે. આ પહેલા મલાઈકાએ અકસ્માત બાદ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મલાઈકા ઘરની બારી પાસે જોવા મળી રહી છે. ફોટો શેર કરતા મલાઈકાએ લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસો વિશ્વાસ કરવા જેવા ન હતા. તેના વિશે વિચારીએ તો એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મની વાત થઈ રહી છે અને કંઈ થયું નથી. થૅન્કગોડ અકસ્માત પછી, મારા સ્ટાફ, અદ્ભુત હોસ્પિટલ ટીમ અને મારા પરિવારના સભ્યો સહિત કેટલાક સારા લોકોએ મને મદદ કરી.

આવી ક્ષણો તમને વધુ મજબૂત બનાવે છે. દુઆ એ બધા લોકો માટે હૃદયમાંથી બહાર આવે છે જેમણે મારા માટે પ્રાર્થના કરી અને મને પ્રેમ આપ્યો. હું હવે સ્વસ્થ થઈ રહી છું, કોઈપણ રીતે હું ફાઇટર છું અને ટૂંક સમયમાં પાછી આવીશ. તમને જણાવી દઈએ કે જ્યારે મલાઈકા હોસ્પિટલમાંથી ઘરે આવતી ત્યારે અર્જુન તેને વારંવાર મળવા આવતો હતો. તે સમયે તેણે મલાઈકાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. મલાઈકાના અકસ્માતથી અર્જુન પણ ઘણો ઉદાસ હતો. તેને તેની ગર્લફ્રેન્ડની ખૂબ જ ચિંતા હતી. અકસ્માત પહેલા મલાઈકા કામમાં ઘણી સક્રિય હતી.

તે ઘણી મોડલિંગ અને ફેશન ઈવેન્ટ્સમાં જતી હતી. આટલું જ નહીં, અકસ્માતના 2-3 દિવસ પહેલા મલાઈકા ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાંથી પરત ફરી હતી. ઈવેન્ટ્સમાંથી તેના ગ્લેમરસ ફોટોઝને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય તે છેલ્લા શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 માં જોવા મળી હતી. જણાવી દઇએ કે, 2 એપ્રિલની રાત્રે મલાઈકા અરોરાનો માર્ગ અકસ્માત થયો હતો. તે પુણેથી ઘરે પરત આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

ખોપોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અનુસાર, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 38 કિમીના અંતરે આ અકસ્માત થયો હતો. તે સમયે મલાઈકા પુણેમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપીને પરત ફરી રહી હતી. તે જ સમયે મલાઈકા અરોરાના ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેમની કાર MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધિકારીઓના વાહનો સાથે અથડાઈ હતી.

Shah Jina