બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિશ અને ગોર્જિયસ દિવા મલાઈકા અરોરાના અકસ્માતના સમાચાર સામે આવતાં જ લાખો ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગત દિવસે ખોપોલી એક્સપ્રેસ વે પર મલાઈકાનો અકસ્માત થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ રાહતની વાત એ છે કે અભિનેત્રીને વધારે ઈજા થઈ નથી
અને તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા બાદ રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાં મલાઈકા અરોરાનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, છતાં અભિનેત્રીને રાતભર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મલાઈકા હવે ડિસ્ચાર્જ થઈ ગઈ છે અને પોતાના ઘરે આવી ગઈ છે. આ પહેલા મલાઈકાની બહેન અમૃતા અરોરાએ પણ એક્ટ્રેસની હેલ્થ અપડેટ આપી હતી અને કહ્યું હતું કે તેની તબિયત હવે ઠીક છે. મલાઈકા શનિવારે રોડ અકસ્માતનો શિકાર બની છે. મલાઈકાની કારનો અકસ્માત નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં થયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સાંજે આ અકસ્માત ત્યારે થયો જ્યારે તે એક ફેશન શોમાં ભાગ લઈને ઘરે પરત ફરી રહી હતી. અકસ્માત થયો ત્યારે મલાઈકા રેન્જ રોવર કારમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. હોસ્પિટલના જણાવ્યા અનુસાર અભિનેત્રીને માથામાં ઈજા થઈ હતી.
મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ કહ્યું, ‘તેને કેટલાક ટાંકા આવ્યા છે અને તે પહેલા કરતા સારી છે. માથાની બાજુમાં તકિયો હોવાથી તેના માથામાં કોઈ મોટી ઈજા થઈ ન હતી.કહેવાય છે કે અંત સારો હોય તો બધું સારું હોય છે. મલાઈકાના ડિસ્ચાર્જ સાથે તેના ચાહકોના ચહેરા પર ફરી એકવાર સ્મિત ફરી વળ્યું છે.
મલાઈકા અરોરાનો શનિવારે અકસ્માત થયો હતો. જે બાદ તેના કપાળમાં ઈજા થઈ હતી. મલાઈકાના અકસ્માત વિશે જાણ્યા પછી બધા ચોંકી ગયા હતા. મલાઈકાની તબિયત હવે ઠીક છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત બાદ મલાઈકા નર્વસ હતી પરંતુ હવે તે ઠીક છે. મલાઈકાના ઘરે આવ્યા બાદ તેનો બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપૂર તેને મળવા આવ્યો હતો.
અર્જુનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મલાઈકાના ઘર આગળ જોવા મળી રહ્યો છે.મલાઈકાના અકસ્માત બાદ અર્જુન કપૂર પરેશાન થઇ ગયો હતો. અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન કપૂર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.ઘણીવાર તે બંનેને તેમની વચ્ચેના ઉંમરના તફાવતને લઇને ટ્રોલ પણ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ મલાઇકા જયારે એક ફેશન ઇવેન્ટમાં ભાગ લઇ ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે મુંબઇ પૂણે એક્સપ્રેસવે પર 38 કિમી પોઇન્ટ પર તેની રેન્જ રોવર કાર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓના કાફલાની કાર સાથે ટકરાઇ ગઇ હતી.
ખોપોલી પાસે થયેલા આ અકસ્માતમાં ત્રણ કારો વચ્ચે ટક્કર થઇ હોવાનું કહેવાય છે. રીપોર્ટમાં એવું પણ સામે આવ્યુ છે કે, મનસેના કાર્યકર્તાઓએ જ મલાઇકાને હોસ્પિટલમાં પહોંચાડી હતી. મનસેના કાર્યકર્તાઓ પક્ષ પ્રમુખ રાજ ઠાકરેની સભામાં સામેલ થવા પૂણેથી મુંબઇ આવી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી.જો કે, હાલ તો મલાઇકા ડિસ્ચાર્જ થઇ ગઇ છે.
પરંતુ તેની જે તસવીરો સામે આવી છે તેમાં તેના માથા પર પટ્ટી જોવા મળી રહી છે. તસવીરમાં એ પણ જોવા મળી રહ્યુ છે કે, મલાઈકા વ્હીલચેર પર બેઠી છે અને તેની આસપાસ ઘણા લોકો છે, જે તેની મદદ કરી રહ્યા છે. મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ અકસ્માત બાદ હેલ્થ અપડેટ આપતાં કહ્યું કે તેની બહેન હવે સારી છે અને જલ્દી જ સ્વસ્થ થઈ જશે.
View this post on Instagram
મલાઈકા અરોરાના નજીકના મિત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે મલાઈકા અરોરાને ટાંકા આવ્યા છે અને તે હવે ઠીક છે. જોકે, આ અકસ્માતને કારણે મલાઈકા અરોરા થોડી આઘાતમાં સરી ગઈ છે. હવે તે વધુ સારી છે. તેને માથામાં કોઈ મોટી ઈજા થઈ નથી.મલાઈકા બોલિવૂડનો જાણીતો ચહેરો છે. તેણે ફિલ્મોમાં ઘણા આઈટમ નંબર આપ્યા છે. આ સિવાય તે ટીવી શોને જજ કરતી જોવા મળે છે.
View this post on Instagram
જો કે થોડાક મહિનાઓ પહેલા એવી ખબરો ચાલી રહી હતી કે બોલિવુડના સ્ટાર કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થઇ ગયુ છે. આ અફવાઓના સામે આવ્યા બાદ બંનેને પહેલીવાર એક સાથે મુંબઇના બાસ્ટિયન વર્લિકમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ એક રીપોર્ટ સામે આવ્યો હતો,
View this post on Instagram
જેમાં કહેવામાં આવ્યુ હતુ કે મલાઇકા છ દિવસથી વધારે સમય થઇ ગયો છે તેના ઘરની બહાર નીકળી નથી અને અર્જુન એકવાર પણ તંને મળવા ગયો નથી. જો કે, આ અફવાઓ બાદ અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો હતો. અર્જુને પોસ્ટમાં લખ્યુ હતુ કે અફવાઓ માટે કોઇ જગ્યા નથી. સુરક્ષિત રહો, ખુશ રહો, લોકોને શુભકામનાઓ, બધાને પ્રેમ.
View this post on Instagram
આ બધા વચ્ચે હવે રવિવારે મલાઇકા અને અર્જુનને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક બુટ્સ સાથે ડીપનેક વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ત્યાં જ અર્જુન સ્કાય બ્લૂ સ્વેટશર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં મલાઇકા અને અર્જુન વાત કરતા પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, અર્જુન કપૂર અને મલાઇકા અરોરા લગભગ ચારેક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચાહકો તેમની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરે છે. હવે ચાહકો તેમના લગ્નની રાહ જોઇ રહ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર હતા. જોકે, આ વાતમાં કોઈ સત્યતા ન હતી.આ દરમિયાન, આ કપલને પેપરાજીઓએ તેમના કેમેરામાં કેદ કરી લીધા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રવિવારે બપોરે એકસાથે લંચ ડેટ પર ગયા હતા. કપલને મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કપલનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા અરોરાએ રફલ્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે અર્જુન કપૂરે આછા વાદળી રંગનો સ્વેટશર્ટ અને ડેનિમ્સ પહેર્યા હતા.
View this post on Instagram
થોડાક મહિનાઓ પહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. આ પછી અર્જુન કપૂરે તે અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મલાઈકા અરોરા સાથેની એક તસવીર શેર કરી. બોલિવૂડનું હોટ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકા બંને સાથે છે અને રિલેશનશિપમાં પણ છે. થોડાક વીક પછી બંને મુંબઈમાં લંચ ડેટ પર સાથે જોવા મળ્યા હતા.
View this post on Instagram
મલાઈકા અને અર્જુન બંને મુંબઈના વર્લીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેને લંચ ડેટ પર સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. મલાઈકા અને અર્જુનના સંબંધો હંમેશા લાઈમલાઈટમાં રહ્યા છે. આ આઉટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બી-ટાઉનના આ હોટ કપલે પોતાની રોમેન્ટિક તસવીરોથી ભારે ખળભળાટ મચાવ્યો છે. અર્જુન અને મલાઈકા ઘણી વખત પોતાના સંબંધોને લઈને ખુલ્લેઆમ બોલતા પણ જોવા મળ્યા છે.
View this post on Instagram
અર્જુન કપૂર અને મલાઈકાની ઉંમરમાં મોટો તફાવત છે. જેના પર વાત કરતા અર્જુન કપૂરે કહ્યું હતું કે લોકો તેના વિશે શું વિચારે છે તેની તેને કોઈ પરવા નથી. અર્જુન કહે છે કે આપણે ખુશ રહેવું જોઈએ અને બીજાને પણ ખુશ રહેવા દેવું. અર્જુન અને મલાઈકાને એકસાથે જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.