મલાઇકા અરોરાએ તુર્કીના રસ્તા પર વિખેર્યો હુસ્નનો જલવો, લાલ ડ્રેસમાં બતાવ્યો કાતિલાના અંદાજ

અર્જુનને એકલો મૂકી ફરવા નીકળી મલાઇકા અરોરા, લાલ જોડુ પહેરી તુર્કીમાં દિવસે આવી રીતે કહેર વરસાવતી આવી નજર

મલાઈકા અરોરાની સ્ટાઈલ પર લોકો દિલ હારી જાય છે. અભિનેત્રી ઘણીવાર બોલ્ડ તસવીરો શેર કરી તેના ચાહકોના હૃદયના ધબકારા વધારતી જોવા મળે છે. મલાઈકાને ભલે તેની એક્ટિંગને કારણે બહુ સફળતા ન મળી હોય, પરંતુ તેની સ્ટાઈલથી તે લોકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે ફરી એકવાર મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મલાઈકા પોતાનો સમય પસાર કરવા તુર્કી પહોંચી છે. આ દરમિયાન તે ખૂબ જ મસ્તી કરી રહી છે. હવે તેણે પોતાના વેકેશનની ઝલક પણ શેર કરવાનું શરૂ કરી દીધું છે. લેટેસ્ટ વીડિયોમાં મલાઈકા રેડ હોટ કફ્તાન પહેરેલી જોવા મળે છે. અહીં તેની ખૂબ જ મસ્તીથી ભરપૂર સ્ટાઈલ જોવા મળી રહી છે. વિડિયોમાં તે ક્યારેક રસ્તા પર દોડતી તો કયારેક જીપની છત પર ઉભી અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે.

તે તુર્કીના અલગ અલગ સ્થળોએ પોઝ આપતી પણ જોવા મળે છે, ક્યાંક તે સીડી પર પોઝ આપી રહી છે તો ક્યાંક તે મોટી કેપ પહેરી બેઠેલી જોવા મળે છે. મલાઈકાની આ સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.મલાઇકાએ આ લુકને કમ્પ્લીટ કરવા માટે લાલ હોટ લિપસ્ટિક સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેણે એક્સેસરીઝ તરીકે ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ અને બંને હાથમાં બેંગલ-સ્ટાઇલ બ્રેસલેટ પહેર્યા છે.

આ લુકમાં મલાઈકા ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. તેના આ અવતારને જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. મલાઈકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઘણા ફોટા અને વીડિયો શેર કરીને તેના વેકેશનની ઝલક પણ બતાવી છે. તેનો વીડિયો શેર કરતા અભિનેત્રીએ તેની સાથે કેપ્શનમાં લખ્યું, ‘આ રેડ હોટ વીકેન્ડ છે.’ આ વીડિયોમાં મલાઈકાનો બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન ક્યાંય દેખાતો નથી. એટલા માટે ફેન્સ અભિનેત્રીને અર્જુનનું નામ લઈને ચીડવી રહ્યા છે અને તેના લુકના વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીના એવા સેલેબ્સમાંથી એક છે, જે પોતાની શાનદાર લાઈફ જીવવા માટે ફેમસ છે. મલાઈકા અરોરા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તેણે મોટાભાગની ફિલ્મોમાં આઈટમ નંબર કર્યા છે. તાજેતરમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નની ચર્ચા હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.

Shah Jina