આ સિમ્પલ ટ્રીકથી ઘરે બનાવી શકો છો તમારું પોતાનું કુલર, આની આગળ ACની હવા પણ ફેલ

ઘરે બનવું તમારું કુલર, કડકડી ગરમીમાં આપશે ઠંડક,તેની આગળ AC પણ ફેલ

ગરમીની સીઝન આવી ચુકી છે અને તાપમાન દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. ગરમીથી કંટાળીને ઘણા લોકો વીજળીના બિલ પર ધ્યાન આપ્યા વગર ઘરમાં AC નખાવી દેતા હોય છે. તેવામાં અમુક એવા પણ લોકો હોય છે જે કુલર પણ ખરીદી નથી શકતા. AC કિંમતમાં ઘણા મોંઘા હોય છે અને તેનું વીજળીનું બિલ ભરવું સામાન્ય લોકો માટે મુશ્કેલ હોય છે.

તેવામાં એર કુલરનો વિકલ્પ કદાચ એક સમાધાન છે. આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે ઓછા પૈસાનો ખર્ચ કરીને કેવી રીતે ઘરે જાતે કુલર બનાવી શકો છો. આ પ્રક્રિયામાં થોડી ઈલેક્ટ્રીસીટી સ્કિલ્સ જોઈતી હોય છે.

ઘરે કુલર બનાવવા માટે એક પંખો, બરફ, એક કન્ટેનર( આઈસ બોક્સ હોય તો વધારે સારું રહેશે) અને આઉટલેટ પાઇપ જોઈશે. આ એક ફૂલ બોક્સ એર કન્ડિશનર છે. સૌથી પહેલા તમારે આખું બોક્સ લેવું પડશે. તેમાં ઉપરની તરફ બે કાણા પાડવાના રહેશે. તે બંને કાણા પાઇપ અને પંખાનું માપ લઈને કરવાનું રહેશે.

એક કાણામાં પંખાને ફિટ કરવાનો છે અને બીજા કાણામાં પાઈપને ફિટ કરવાની રહેશે. જયારે કાણા પડી જાય ત્યારે તમારે પાછળ વાળા ભાગમાં પંખો ફિટ કરવાનું રહેશે. તેમજ આગળ વાળા કાણામાં પાઈપને ફિટ કરવાની રહશે. પછી તમારે આઇસબોક્સમાં બરફનો એક મોટો ટુકડો નાખવાનો રહશે. ત્યારબાદ તમારે આઇસબોક્સને બંધ કરી દેવાનું છે અને પંખો ચાલુ કરી દેવાનો છે.

જેવો તમે પંખો ચાલુ કરશો એટલે તમને AC જેવી ઠંડી ઠંડી હવા પાઇપ દ્વારા મળવાની શરુ થઇ જશે. આ માટે તમારે લગભગ 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો ખર્ચો થઇ શકે છે. થોડુંક વિચારો આટલા રૂપિયામાં તો કુલર પણ નથી મળતું અને તમને ઠંડી હવા વાળું ઘરે બનાવેલું AC મળી જશે.

Patel Meet