હનુમાન બની ગણેશ ઉત્સવમાં ડાન્સ કરી રહ્યો હતો કલાકાર, સ્ટેજ પર પડ્યો અને અચાનક જ થઇ ગઇ મોત, સેંકડો લોકો હતા હાજર

ગણેશ ઉત્સવમાં હનુમાન બનેલો યુવક અચાનક જ સ્ટેજ પર પડ્યો અને થઇ ગઇ મોત, સેંકડો લોકો જોઈને ધ્રુજી ગયા, જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે જે સાંભળી અથવા જોઇ કોઇ પણ ચોંકી ઉઠે છે. કહેવાય છે ને કે મોત ક્યારે અને ક્યાં આવી જાય તેની કોઇને ખબર નથી હોતી, હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો. જેમાં ગણેશ પંડાલમાં નાચતા એક કલાકારની મોત થઇ ગઇ. ઘટના સમયે સેંકડો લોકોની સંખ્યા ત્યાં હાજર હતી. હનુમાનનો કોસ્ચ્યૂમ પહેરી એક કલાકાર ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક તે સ્ટેજ પર પડી ગયો. લોકોને લાગ્યુ કે તે અભિનય કરી રહ્યો છે.

પરંતુ થોડીવાર સુધી તેના શરીરમાં કોઇ હલનચલન ના થઇ તો પાસેના લોકોએ જઇને જોયુ. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો.આ ઘટના ઉત્તરપ્રદેશના મૈનપુરીની છે. ગણેશ ઉત્સવના કારણે અહીં પણ દરેક જગ્યાએ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. મૈનપુરી કોતવાલી વિસ્તારના બંશીગૌરા ખાતેના શિવ મંદિરમાં પણ ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ પૂજા સાથે અહીં ભજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા.

શનિવારની સાંજે પણ અહીં ભજન મંડળી બોલાવીને ભજન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન મંડળીની સાથે રવિ શર્મા નામનો એક કલાકાર પણ હતો જે ભગવાન હનુમાનની વેશભૂષામાં ભજન પર ડાન્સ કરી રહ્યો હતો. નૃત્ય કરતી વખતે કલાકાર રવિ શર્મા અચાનક સ્ટેજ પર ઊંધા મોંએ પડી ગયો હતો. સ્તોત્રમાં મગ્ન ભક્તોને પહેલા લાગ્યું કે રવિ શર્મા અભિનય કરી રહ્યો છે. લોકો તાળીઓ પાડતા રહ્યા અને ભજનનો કાર્યક્રમ પણ ચાલુ રહ્યો. થોડીવાર રવિના શરીરમાં કોઈ હલચલ ન જણાતા લોકોએ તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. પણ તે ઉઠ્યો નહિ.

રવિ શર્માને ઝડપથી બેભાન અવસ્થામાં મૈનપુરી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રવિ શર્મા ડાન્સ કરતી વખતે અચાનક સ્ટેજ પર પડતો જોવા મળે છે. જ્યાં રવિનું મોત થયું તે પંડાલમાં સન્નાટો છવાઇ ગયો છે. લોકોનું કહેવુ છે કે રવિ ખૂબ સારો કલાકાર હતો.

Shah Jina