રૂમ છોડીને જઈ રહેલા છોકરાઓને કામવાળા બાઈએ આપી ફેરવેલ પાર્ટી, નજારો જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે, જુઓ વીડિયો

ઘરમાં કામ કરતા કામવાળી બાઈનો પ્રેમ તો જુઓ, જે છોકરાઓના રૂમમાં કામ કરતા હતા એ છોકરાઓને બીજા શહેરમાં જવાનું થયુ ત્યારે કર્યું દિલ જીતી લેનારું કામ, વાયરલ થયો વીડિયો

દીકરીઓ જયારે લગ્ન બાદ ઘર છોડીને જતી હોય છે તે ક્ષણ ખુબ જ ભાવુક કરી દેનારી હોય છે. પરંતુ ઘણીવાર છોકરાઓએ પણ ઘર છોડવું પડે છે. નોકરી કરતા ઘણા છોકરાઓ ઘરથી ઘણા દૂર રહેતા હોય છે અને પીજી કે ફ્લેટમેંટમાં રૂમ રાખીને રહેતા હોય છે. ઘણા છોકરાઓ આવી રીતે રૂમ રાખીને રહેતા રહેતા આસપાસના લોકો સાથે પણ ભળી જતા હોય છે, તો તેમના ઘરે કામ કરવા માટે આવતા લોકો સાથે પણ તેમનો ગાઢ સંબંધ બંધાઈ જાય છે.

પરંતુ જયારે આ બધાને છોડીને નોકરી બદલાતા બીજા શહેર જવાનું થાય છે ત્યારે તેમના માટે પણ આ છોડવું ખુબ જ કપરું હોય છે. તો આસપાસ રહેતા લોકોને પણ તેમના જવાનું દુઃખ થાય છે. ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે આવી જ એક ઘટનાને બતાવી રહ્યો છે, જેમાં રૂમ રાખીને રહેતા છોકરાઓ સાથે કામવાળા બહેનને એ રીતે સંબંધ બંધાઈ ગયો કે તેમણે તેમના જતા પહેલા ફેરવેલ પાર્ટી આપી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક છોકરાઓ શહેર છોડીને જવાના છે, પરંતુ તે પહેલા તેમના રૂમ પર કામ કરતી મહિલાએ તેમને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા. મહિલાએ ઘરે પરંપરાગત ભોજન બનાવ્યું અને તેમને ખાવા માટે સારી રીતે પીરસ્યું. આ વીડિયો લોકોના હૃદયને સ્પર્શી ગયો અને એટલે જ ખુબ જ વાયરલ થઇ ગયો.

આ વીડિયો ઈન્ટરનેટ યુઝર અનીશ ભગતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં કેટલાક લોકો કામવાળી બાઇ સાથે ફોર વ્હીલરમાં બેસે છે અને પછી કામવાળા બેનના ઘરે જાય છે. જલ્દી જ દરેક વ્યક્તિ ત્યાં પહોંચે છે, તેમના પરિવારના એક સભ્ય તેમના માથા પર તિલક અને પરંપરાગત ટોપી લગાવીને તેમનું ઉષ્માપૂર્ણ અને પરંપરાગત રીતે સ્વાગત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anish Bhagat (@anishbhagatt)

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કામવાળી બાઇ રેશ્માનો આખો પરિવાર સ્વાગત માટે કેવી રીતે ઉત્સાહિત હતો. આ પછી અનીશ ભગતને કામવાળાબાઈ દ્વારા તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. શહેર છોડીને જઈ રહેલા છોકરાઓએ દાવો કર્યો કે તે તેમના માટે પણ ભાવનાત્મક ક્ષણ હતી. ત્યારબાદ તેણે પરિવાર સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરી.

Niraj Patel