Mahipendrasingh Ji Parmar Heart Attack : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો તો થમી જ નથી રહ્યો. ત્યારે આજે દાંતાના રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન વહેલી સવારે હાર્ટ એટેકને કારણે થયુ હોવાનું સામે આવ્યુ. મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું 75 વર્ષે નિધન થયું છે. તેમના નિધન બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઇ છે.
દાંતાના રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન
દાંતા રાજવી પરિવારનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. મહીપેન્દ્રસિંહજી પોતાના વિસ્તારમાં વસવાટ કરતા લોકો સાથે ખૂબ જ પ્રેમ હતો. તેઓ સેવાભાવી કાર્ય સાથે સંકળાયેલા હતા અને યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દાંતાના રાજવી પરિવારોનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. મહારાણા મહીપેન્દ્રસિંહજી ઘોડોના ખૂબ જ શોખીન હતા. ત્યારે દાંતાના રાજવીના નિધન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, દાંતાનાં રાજવી મહારાણા સાહેબ શ્રી મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારના નિધન પર શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ૐ શાંતિ. આ ઉપરાંત કોંગ્રેસના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
દાંતાનાં રાજવી મહારાણા સાહેબ શ્રી મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારના નિધન પર શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ.— Bhupendra Patel (@Bhupendrapbjp) July 16, 2023