સ્ટાઇલિશ અંદાજમાં દીકરી અરિયાના સાથે સ્પોટ થઇ મહિમા ચૌધરી, મા-દીકરીમાં એક સાથે જોવા મળી જબરદસ્ત બોન્ડિંગ

દિગ્ગજ એક્ટ્રેસ મહિમા ચૌધરીની લાડલી આટલી ક્યૂટ છે, 7 PHOTOS જોતા જ ગમી જશે

બોલિવુડ અભિનેત્રી મહિમા ચૌધરી ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે કોઇને કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. મહિમા સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે જોડાયેેલી રહે છે. હાલમાં જ મહિમાને તેની દીકરી અરિયાના સાથે મુંબઇના જૂહુના એક ક્લિનિક બહાર સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાનની મહિમા અને અરિયાનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. મહિમા આ તસવીરોમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેની દીકરી અરિયાના વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

અરિયાના હવે ઘણી યંગ થઇ ગઇ છે. તે ઘણી ખૂબસુરત અને સ્ટાઇલિશ પણ છે. મહિમા ઓલ બ્લેકમાં જોવા મળી રહી હતી અને તેણે ફંકી લુકને પૂરો કરવા માટે બ્લેક કેપ પણ પહેરી હતી.

અરિયાના તેની માતા મહિમા ચૌધરી સાથે ઘણી સ્પોટ કરવામાં આવે છે. તે તેના ક્યુટ લુક્સ અને ખૂબસુરત ચહેરાને કારણે ઓળખવામાં આવે છે. તેની આ દરમિયાનની તસવીરો તો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં અરિયાના વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લુ ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે વ્હાઇટ જેકેટથી ટીમ અપ કર્યુ છે. બંનેની વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે.

મહિમા અને અરિયાના બંને ઘણા ખૂબસુરત અને સ્ટાઇલિશ લાગી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ કોરોનાને લઇને સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. ચાહકો અરિયાનાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, મહિમા તેની દીકરી અરિયાનાની દેખરેખ અને સારસંભાળમાં કોઇ જ કસર રાખતી નથી. મહિમા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર અરિયાના સાથે તસવીર શેર કરતી રહે છે.

અરિયાના મહિમા ચૌધરી અને તેના એક્સ પતિ બોબી મુખર્જીની દીકરી છે. મહિમાએ વર્ષ 2006માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2013માં તે અને બોબી અલગ થઇ ગયા હતા. મહિમા તેની દીકરીની દેખરેખ એકલી જ રાખી રહી છે.

મહિમા ચૌધરીએ વર્ષ 1997માં ફિલ્મ “પરદેશ”થી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તે બાદ તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યુ. તે છેલ્લે વર્ષ 2016માં બંગાળી ક્રાઇમ થિલર ફિલ્મ “ડાર્ક ચોકલેટ”માં જોવા મળી હતી.

Shah Jina