...
   

કયારેક ખોળામાં રમનારી અરિયાના થઇ ગઇ છે એટલી મોટી, હવે માતા મહિમા ચૌધરીને ખૂબસુરતીમાં આપી રહી છે માત

બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી મહિમા ચૌધરી હંમેશા તેની અદાકારીથી ચાહકોનું દિલ જીતી લીધુ છે. હવે ભલે મહિમા ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ તે કોઇના કોઇ ઇવેન્ટમાં સ્પોટ થતી રહેતી હોય છે. હાલમાં જ તેને તેની દીકરી અરિયાના સાથે સ્પોટ કરવામાં આવી હતી.

90ના દાયકાની હિટ અને મશહૂર અભિનેત્રી મહિમા ચૌધરીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. પરંતુ તેને સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવામાં આવે છે. તેની દીકરી સાથે તે સ્પોટ થઇ ત્યારે તેના કરતા વધારે ચર્ચામાં તો તેની દીકરી રહી હતી.

બોલિવુડ અભિનેત્રી મહિમા ચૌધરી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન તૂટવા, તેના કરિયર-થ્રેટનિંગ એક્સિડેંટ, તેની દીકરી અરિયાના મુખર્જી અને સિંગલ મધર સહિત કેટલીક મહત્વની વાત કરી હતી.

આ ઇન્ટરવ્યુ બાદ તે તેની દીકરી અરિયાના મુખર્જી સાથે લોકોની સામે આવી તો તે બાદથી બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મહિમા ચૌધરી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની દીકરી સાથેની ઘણી તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં તેની દીકરી અરિયાના ખૂબ ક્યુટ અને ગુડિયા જેમ દેખાઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, અરિયાના મહિમા ચૌધરી અને તેના એક્સ પતિ બોબી મુખર્જીની દીકરી છે. મહિમાએ વર્ષ 2006માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2013માં તે અને બોબી બંને અલગ થઇ ગયા હતા. મહિમા એકલી જ તેની દીકરીની સારસંભાળ રાખી રહી છે. તે સિંગલ મધર છે.

મહિમા ચૌધરીએ તેના પતિ સાથે તલાક તો લીધા નથી પરંતુ તે બંને અલગ રહી રહ્યા છે. અરિયાનાની કસ્ટડી માટે કપલે કોર્ટમાં લાંબી લડાઇ લડી હતી. જો કે, અંતમાં અદાલતે મહિમાને તેની દીકરીની કસ્ટડી આપી હતી.

થોડા સમય પહેલા મહિમા ચૌધરી તેની દીકરી સાથે સામાન ખરીદવા નીકળી હતી અને તે દરમિયાન પેપરાજી દ્વારા ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી.

મહિમા અને અરિયાનાએ બ્લેક કલરના કપડા પહેર્યા હતા. બંનેએ કોરોના વાયરસને કારણે સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ.

અરિયાના માટે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ હતુ કે, તે તેની માતા જેવી લાગે છે, એકદમ કાર્બન કોપી. જયારે બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે ખૂબસુરત દીકરી છે.

તમને જણાવી દઇએ કે, મહિમા ઘણીવાર દીકરી સાથે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

 

View this post on Instagram

 

A post shared by Mahimachaudhry (@mahimachaudhry1)

Shah Jina