હજારો દીકરીઓના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીનું વધુ એક ઉમદા કામ, દીકરી કૃપાના બ્યુટી પાર્લરનું કર્યું પોતાના હાથે ઓપનિંગ, જુઓ તસવીરો

મહેશભાઈ સવાણીનું ફરી એક ઉમદા કામ, તસવીરો જોઈને લોકોએ પણ કર્યા ખુબ જ વખાણ, જુઓ

Maheshbhai savani opening Beauty parlour : ગુજરાતની અંદર ઘણા લોકો એવા છે જેમને લોક સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ત્યારે સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને સમાજ સેવી તરીકે આખા ગુજરાતમાં એક મોટું નામ બની ચૂકેલા મહેશભાઈ સવાણીની ઓળખ પણ આજે દુનિયાભરમાં ફેલાઈ ચુકી છે અને લોકો પણ તેમના સેવાકીય કાર્યોથી ખુબ જ પ્રભાવિત છે.

મહેશભાઈ સવાણીને મોટાભાગના લોકો દીકરીઓના પાલક પિતા તરીકે જાણતા હોય છે. તમેને અત્યાર સુધી હજારો દીકરીઓના પાલક પિતા બનીને કન્યાદાન પણ કર્યું છે. પિતા વિહોણી અને અનાથ દીકરીઓને આશરો આપવાની સાથે સાથે મહેશભાઈ તેમના ધામધૂમથી લગ્ન પણ કરાવે છે.

દર વર્ષે મહેશભાઈ સવાણી કોઈપણ જ્ઞાતિબાદ વિના દીકરીઓનું પોતાના હાથે કન્યાદાન કરે છે અને એક પિતા પોતાની દીકરીને જેમ કન્યાદાનમાં કરિયાવર આપે તેમ અઢળક વસ્તુઓ પણ આપતા હોય છે. મહેશભાઈ ફક્ત દીકરીઓનું કન્યાદાન જ નથી કરતા પરંતુ જીવનભર એને દીકરી માનીને તેની પડખે પણ ઉભા રહે છે.

લગ્ન બાદ તે દીકરીઓ અને જમાઇઓને હનીમૂન પર પણ મોકલે છે અને ત્યાં પણ તેઓ તેમના માટે દરેક પ્રકારની વ્યવસ્થા પણ કરતા હોય છે. અત્યાર સુધી તેમને હજારો દીકરીઓનું પોતાના હાથે કન્યાદાન કર્યું છે. મહેશભાઈ દીકરીઓના લગ્ન બાદ પણ અવાર નવાર તેમના ઘરની મુલાકાત પણ લેતા હોય છે.

ત્યારે પાલક પિતાના બદલે સગા પિતાની ભૂમિકા નિભાવનારા મહેશભાઈ સવાણી દીકરીઓના દરેક સુખઃ દુઃખમાં તેમની સાથે ઉભા રહે છે, તેમના ખુશીના પ્રસંગમાં પણ તે દીકરીઓની સાથે રહે છે. જેની એક ઝલક તેમને હાલ પટોણા સોશિયલ મીડિયામાં શેર કરેલી કેટલીક તસવીરોમાં પણ જોઈ શકાય છે.

મહેશભાઈએ હાલમાં જ પોતાના ફેસબુકમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એક દીકરી કૃપાના બ્યુટીપાર્લરનું ઓપનિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગની ઘણી બધી તસવીરો મહેશભાઈએ શેર કરી છે. સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે “દિકા કૃપા બ્યુટી પાર્લર ઓપનિંગ”. આ તસવીરો પર હવે લોકો અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે.

સામે આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે મહેશભાઈ સવાણી, ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાજીની પ્રતિમા હાથમાં લઈને બ્યુટી પાર્લરમાં ઓપનિંગ કરવા જાય છે. જ્યાં તેઓ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરે છે અને ફૂલ હાર પણ પહેરાવે છે. દીકરી કૃપા પોતાના પાલક પિતા મહેશભાઈના કપાળમાં તિલક કરીને તેમનું સ્વાગત પણ કરે છે.

Niraj Patel